ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવવાનો એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ લાવતા પહેલા પીએમ મોદીએ બેસીને ફારુક અબ્દુલ્લા સાથે વાત કરી, પરંતુ હવે તેમને અબ્દુલ્લાજીથી જોખમ ઊભુ થયું છે. આ કેવું જોખમ છે? તમે એક પૂર્વ મુખ્યમંત્રીથી ડરી રહ્યા છો. તેનો અર્થ એ છે કે કાશ્મીરમાં બધુ સામાન્ય નથી. તમે ખોટું બોલી રહ્યા છો. 
ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવવાનો એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ લાવતા પહેલા પીએમ મોદીએ બેસીને ફારુક અબ્દુલ્લા સાથે વાત કરી, પરંતુ હવે તેમને અબ્દુલ્લાજીથી જોખમ ઊભુ થયું છે. આ કેવું જોખમ છે? તમે એક પૂર્વ મુખ્યમંત્રીથી ડરી રહ્યા છો. તેનો અર્થ એ છે કે કાશ્મીરમાં બધુ સામાન્ય નથી. તમે ખોટું બોલી રહ્યા છો. 

ઓવૈસીએ આગળ કહ્યું કે ભાગલાવાદી મસરત આલમ અને ફારુકને એક સરખા માની લીધા. બંને પર એક જ આરોપ લગાવી દીધો. કાશ્મીર જ્યાં 100 બાળકો રહેતા હતાં ત્યાં હવે 200 રહે છે. બાળકોને પરેશાન કરાય છે. પૂર્વ મુખ્યમંત્રીને પોતાના રાજ્યમાં જવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે છે. મીડિયાને અભિવ્યક્તિની આઝાદી નથી અપાતી. 

જુઓ LIVE TV

AIMIM નેતાએ આગળ કહ્યું કે હું ફારુક અબ્દુલ્લા પર પીએસએ (પબ્લિક સેફ્ટી એક્ટ) લગાવવાનો વિરોધ કરું છું. 40 દિવસથી 80 વર્ષના અબ્દુલ્લા સાહેબ અટકાયતમાં છે. તમે બધાની અટકાયત કરી છે. ભાજપ પાસે બેરોજગારી પર કોઈ જવાબ નથી. ભાજપ ઈકોનોમી ઉપરથી બધાનું ધ્યાન હટાવવાનું કામ કરી રહી છે. 

ओवैसी ने केंद्र से किया सवाल, 'फारूक अब्दुल्ला से सरकार इतना डर क्यों रही है'

પીએમ મોદીના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 22 સપ્ટેમ્બરના રોજ સ્ટેજ શેર કરવા મુદ્દે ઓવૈસીએ  કહ્યું કે પીએમ મોદીથી વેપાર મુદ્દો તો ઉકેલાતો નથી અને સ્ટેજ સાથે શેર કરશે. અફઘાનિસ્તાનમાં યુએસ શું કરી રહ્યું છે તે આપણને ખબર નથી અને સ્ટેજ શેર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news