શિલ્પા શેટ્ટીના પુત્રને સ્કૂલથી મળ્યો પ્રોજેક્ટ, બનાવ્યો સોનૂ સૂદનો એનિમેટેડ વીડિયો
Shilpa Shetty Shares Son Viaan`s School Project: શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પોતાની લાઇફ સાથે જોડાયેલ નાના-નાના અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના પુત્રનો પ્રોજેક્ટ પોસ્ટ કર્યો છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.
મુંબઈઃ શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવારની સાથે સારો સમય પસાર કરી રહી છે. આ પહેલા તેણે પોતાની પુત્રી સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી હતી. હવે તેણે પોતાના પુત્ર વિઆનના શાળાના પ્રોજેક્ટની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. તેની ખાસ વાત છે કે તેના પુત્રએ આ પ્રોજેક્ટ એક્ટર સોનૂ સૂદને ડેડિકેટ કર્યો છે.
સાચા હીરોને ડેડિકેટ કર્યો પ્રોજેક્ટ
શિલ્પા શેટ્ટીએ પોસ્ટ કરી છે, વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ જે એક સાચા હીરો સોનૂ સૂદને ડેડિકેટેડ છે. બાળકોની આસપાસ કંઈ થાય છે તેના પર ખુબ ધ્યાન રાખે છે. વિઆનના હાલના સ્કૂલ પ્રોજેક્ટને જોઈને આ વાત પાક્કી થઈ ગઈ. પ્રોજેક્ટનો ટોપિક હતો, તે લોકો જે કંઈ પરિવર્તન લાવ્યા. પાછલા મહિનામાં જે થયું તે જોઈ રહ્યો હતો અને પ્રશંસા કરી રહ્યો હતો કે મારા મિત્ર સોનૂ સૂદે કઈ રીતે નિસ્વાર્થ ભાવે જરૂરીયાત લોકોની મદદ કરી રહ્યો છે.
શિલ્પાને પુત્ર વિઆન પર છે ગર્વ
જે સમયે લોકો ડરીને ઘરોમાં હતા ત્યારે તેણે પોતાની ફીલિંગ્સ પહેલા બીજાના દુખને જોયું. તેણે પ્રવાસી મજૂરોની જે રીતે સેવા કરી તે વિઆનના મનમાં વસી ગયું. તેથી તેણે પોતાના એનિમેટેડ વીડિયો પર કામ કર્યું જેનો કોન્સેપ્ટ, ડબિંગ, એડિટિંગ, રાઇટિંગ બધુ તેણે કર્યું છે, પોતાના હીરોની પ્રશંસામાં. મને તમારા બધા સાથે શેર કરીને ખુશી થઈ રહી છે. આ એક પ્રાઉડ મમી મોમેન્ટ છે (યાદ રહે કે તે માત્ર 8 વર્ષનો છે) સોનૂ આ તમારા માટે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube