Shilpa Shetty એ તેના પતિ Raj Kundra વિશે ટીવી શોમાં કર્યો મોટો ખુલાસો
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) એક રિયાલિટી ટીવી શોના સેટ પર કહ્યું હતું કે તેના પતિ ગીત ગાઈ શકતા નથી. આ કિસ્સો `સુપર ડાન્સર: પ્રકરણ 4` ના (Super Dancer - Chapter 4) સેટનો છે, જેમાં શિલ્પા જજની ભૂમિકામાં છે. આગામી એપિસોડમાં, પ્રખ્યાત ગાયક કુમાર સાનુ એક ગેસ્ટ જજ તરીકે જોવા મળશે અને તે જ એપિસોડમાં શિલ્પા કહેતી જોવા મળશે કે તેના પતિ રાજ કુંદ્રાને (Raj Kundra) ગીત ગાતા નથી આવડતું.
નવી દિલ્હી: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) એક રિયાલિટી ટીવી શોના સેટ પર કહ્યું હતું કે તેના પતિ ગીત ગાઈ શકતા નથી. આ કિસ્સો 'સુપર ડાન્સર: પ્રકરણ 4' ના (Super Dancer - Chapter 4) સેટનો છે, જેમાં શિલ્પા જજની ભૂમિકામાં છે. આગામી એપિસોડમાં, પ્રખ્યાત ગાયક કુમાર સાનુ એક ગેસ્ટ જજ તરીકે જોવા મળશે અને તે જ એપિસોડમાં શિલ્પા કહેતી જોવા મળશે કે તેના પતિ રાજ કુંદ્રાને (Raj Kundra) ગીત ગાતા નથી આવડતું.
કુમાર સાનુએ ગાયા ગીતો
એપિસોડમાં સ્પર્ધકો કુમાર સાનુના નેવુંના દાયકાના હિટ ગીતો પર ડાન્સ કરતા જોવા મળશે. આ ઉપરાંત ગાયક જૂની યાદોને તાજા કરતી વખતે પોતે જ પોતાના બે-ચાર ગીતો ગાય છે.
આ પણ વાંચો:- 'તારક મહેતા...' માં જોવા મળતી ગડા ઈલેક્ટ્રોનિક્સના આ છે અસલ માલિક, 'જેઠાલાલ' નહીં
રાજ કુંદ્રાને નથી આવડતું ગાતા
આ દરમિયાન શિલ્પા કુમારે સાનુને રિક્વેસ્ટ કરે છે કે, તે ફિલ્મ 'કભી હા કભી ના'થી 'વહ તો હૈ અલબેલા' ગીત ગાય, કેમ કે તે તેના પતિના પસંદીદા ગીતોમાંથી એક છે. શિલ્પા કહે છે, 'રાજ પરફેક્ટ છે, પણ તેને ગીત ગાતા આવડતું જ નથી. જે ક્ષણે તેમણે આ ગીત ગાવાનો પ્રયત્ન કર્યો, ત્યારે હું સમજી ગઈ હતી કે ગીત ગાવાનું તેમનું કામ નથી. હવે હું આશા રાખું છું કે તે જાણી લે કે, ગીત કેવી રીતે ગાવાનું છે.
આ પણ વાંચો:- Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?
પ્રથમ વખત કુમાર સાનુએ કર્યું આ કામ
અહીં કુમાર સાનુએ એમ પણ કહ્યું કે, તે આ બધા ગીતો પ્રથમ વખત કોઈ રિયાલિટી શોમાં ગાઈ રહ્યા છે. આ ગીત પછી તે કહે છે કે, હું રાજ કુંદ્રાને ક્યારે મળ્યો નથી, પરંતુ હું તેમને કહેવા ઇચ્છું છું કે, તે કેટલા પણ સારા અથવા ખરાબ ગાયક કેમ ના હોય, જ્યારે પણ તેમને મારી જરૂર પડશે, હું તેમની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube