જ્યારથી મલિયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જસ્ટિસ હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી ફિલ્મ દુનિયામાં કાસ્ટિંગ કાઉચ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મુદ્દો ફરી તાજો થઈ ગયો છે. આ બધા વચ્ચે અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચ અંગે પોતાના વિચારો પણ શેર કર્યા. તેનું કહેવું છે કે જો અભિનેત્રીઓ તૈયાર ન થાય તો કોઈ પણ તેમને ખોટી રીતે સ્પર્શ કરી શકે નહીં. એવી અનેક ફિલ્મ અને ટીવી અભિનેત્રીઓ છે જે પોતાના કાસ્ટિંગ કાઉચના અનુભવ શેર કરી ચૂકી છે. જેમાંથી કેટલાક તો એવા શોકિંગ છે કે સાંભળનારાનું લોહી ઉકળી જાય. આવી જ એક અભિનેત્રીએ પોતાના જે  અનુભવ શેર કર્યા જાણીને ચોંકી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ એવોર્ડ વીનર અભિનેત્રીનો શોકિંગ ખુલાસો
અહીં અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે છે નેશનલ એવોર્ડ વિજેતા ઉષા જાધવ. 2018માં જ્યારે ભારતમાં #MeToo કેમ્પેઈને જોર પકડ્યું હતું ત્યારે બીબીસી વર્લ્ડે બોલીવુડ ડાર્ક સિક્રેટ નામની એક ડોક્યુમેન્ટરી રિલીઝ કરી હતી. જેમાં અનેક અભિનેત્રીઓએ પોતાની આપવીતિ શેર કરી હતી. તેમાં ઉષા જાધવ પણ સામેલ હતી. ઉષાએ ખુલાસો કર્યો હતો કે એક પ્રોડ્યુસરે ફિલ્મોમાં કામ અપાવવાના નામ પર તેની પાસે સેક્સ્યુઅલ ફેવર માંગી હતી. 


પ્રોડ્યુસરની માંગણીને કઈ બીજુ સમજી હતી ઉષા
ઉષાએ કહ્યું કે, 'મે કઈ એવું કહ્યું કે શું? મારી પાસે પૈસા નથી.' તે બોલ્યો, નહી, 'નહીં, નહીં, નહીં, આ પૈસા વિશે નથી. આ  તમારી સાથે સૂવાની વાત છે. કદાચ  કોઈ પ્રોડ્યુસરની સાથે કે કદાચ કોઈ ડાયરેક્ટરની સાથે. કા પછી બંને સાથે પણ હોઈ શકે.' ઉષા જાધવે આગળ એ પણ જણાવ્યું કે કેવી રીતે પ્રોડ્યુસરે તેને સેક્સ વિશે સમજાવ્યું. તે કહે છે કે, 'તેણે મને સમજાવવાનું શરૂ કર્યું કે એક અભિનેત્રી તરીકે જેટલું શક્ય હોય તેટલું તમને સેક્સ કરવામાં ખુશી હોવી જોઈએ અને તમારે સેક્સ્યુઆલિટી અપનાવી જોઈએ.'


ઉષાએ વધુમાં કહ્યું કે, તેણે ઈચ્છા મુજબ મને સ્પર્શ કર્યો. જ્યાં ઈચ્છ્યું ત્યાં મને કિસ કરી.  હું તો સ્તબ્ધ હતી. તેણે પોતાના હાથ મારા કપડાંની અંદર નાખ્યા અને પછી મે તેને આમ કરવાની ના પાડી દીધી. તે બોલ્યો, 'તને ખબર છે કે જો તું ખરેખર આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતી હોય તો મને નથી લાગતું કે તારું વર્તન યોગ્ય છે.'


કોણ છે ઉષા જાધવ
ઉષા જાધવ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલી અને સ્પેનમાં રહે છે. તે માત્ર હિન્દી નહીં પરંતુ મરાઠી ફિલ્મોની પણ અભિનેત્રી છે. ફિલ્મોમાં તેની કરિયરની શરૂઆત 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ટ્રાફિક સિગ્નલથી થઈ હતી. ક્રુણાલ ખેમુ અને નીતુ ચંદ્રા સ્ટારર ફિલ્મમાં તેણે માલા નામની નાનકડી  ભૂમિકા ભજવી હતી. બાદમાં તેણે સ્ટ્રાઈકર, ભૂતનાથ રિટર્ન્સ, વીરપ્પન, અને મરાઠીની ધાગ, ફાયરબ્રાન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તે ટીવી પર લાખો મે એક જેવા ટીવી શો પણ કરી ચૂકી છે. 2013માં તેને મરાઠી ફિલ્મ ધાગ માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. હાલ તે સ્પેનીશ ફિલ્મોમાં કામ કરે છે.