મુંબઈ : જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક‘ થિયેટર્સમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં જાન્હવીની સાથે ઇશાન ખટ્ટર કામ કરી રહ્યો છે અને ડિરેક્શનની જવાબદારી શશાંક ખૈતાને સંભાળી છે. આ ફિલ્મ પાંચ દિવસ પહેલાં થિયેટરમાં રિલીઝ થઈ છે અને એણે 39.19 કરોડ રૂ. કરતા વધારે બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે અને લોકોને ઇશાન-જાન્હવીની એક્ટિંગ તેમજ કેમિસ્ટ્રી પસંદ પડી છે. 


'ધડક'ને ધર્મા પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ તેમજ કોલકાતા અને ઉદયપુરમાં થયું છે. ફિલ્મમાં ઇશાનના મિત્રોનો રોલ ભજવનાર અંકિત બિષ્ટ તેમજ શ્રીધર વત્સરને પણ લોકો પસંદ કરી રહ્યા છે. હાલમાં તો આશા છે કે ધડક પહેલા અઠવાડિયામાં 50 કરોડ રૂ.ની કમાણી કરી લેશે.  આ ફિલ્મ તો લોકોને ગમી જ છે પણ તેનો અંત મોટાભાગના લોકોને ચોંકાવનારો અને શોકિંગ લાગ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...