લંડનથી કોરોના લઈને આવેલી કનિકા કપૂરે જાણો કેવી રીતે સેંકડો લોકોનો જીવ જોખમમાં મૂક્યો
દેશભરમાં કોરોના વાયરસ (corona virus) નો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. જગ્યા જગ્યા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એક બોલિવુડ (bollywood) સિંગરની લાપરવાહીને કારણે સેંકડો લોકોના જીવ ખતરામાં આવી ગયા છે. બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂર (kanika kapoor) નો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે. હવે તેના પર આરોપ છે કે, તેણે જરૂરી દિશા-નિર્દેશોનું પાલન કર્યું નથી.
ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોના વાયરસ (corona virus) નો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. જગ્યા જગ્યા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એક બોલિવુડ (bollywood) સિંગરની લાપરવાહીને કારણે સેંકડો લોકોના જીવ ખતરામાં આવી ગયા છે. બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂર (kanika kapoor) નો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે. હવે તેના પર આરોપ છે કે, તેણે જરૂરી દિશા-નિર્દેશોનું પાલન કર્યું નથી.
Breaking : દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાર શહેરો કરાયા લોકડાઉન
કનિકા કપૂરનું કોરોના પોઝીટિવ આવ્યા બાદ હવે સ્વાસ્થય વિભાગ માટે મોટો માથાનો દુખાવો પેદા થયો છે. કનિકાના પિતા રાજીવ કપૂરે આ વાતને સ્વીકાર્યું કે, લંડનથી પરત આવ્યા બાદ તે અંદાજે 3-4 પાર્ટીમાં ગઈ હતી.આ દરમિયાન તે 300 થી 400 લોકોને મળી હતી. કનિકા જે ઈમારતમાં રહે છે, તે જે જે લોકોને મળી હતી, એ તમામમાં હડકંપ પેદા થઈ ગયો છે.
કહેવાય છે કે, કનિકા લખનઉમાં 15 માર્ચના રોજ એક પાર્ટીમાં ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટી બીએસપી નેતા અકબર ડંપી તરફથી આયોજિત કરાઈ હતી અને કનિકાએ તેમાં હાજરી આપી હતી. બીજી એક પાર્ટી તેના ઘર પર અને અન્ય એક તાજ હોટલની પાર્ટીમાં તે ગઈ હતી. કહેવાય છે કે, આ પાર્ટીમં અનેક નેતાઓએ હાજરી આપી હતી. તેમાં કથિત રીતે યુપી સરકાર સાથે જોડાયેલા કેટલાક લોકો સામેલ હોવાની વાત પણ આવી રહી છે.
#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...