#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...

આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. 
#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...

ઝી મીડિયા/બ્યૂરો :આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. 

તો ફાંસી બાદ અક્ષયનો પરિવાર દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અક્ષયના ભાઈનું કહેવું છે કે, તેઓ અક્ષયની ડેડ બોડી બિહાર લઈ જવા માંગે છે. પરંતુ તેની પાસે તેને લઈ જવા માટે રૂપિયા નથી. ઉલ્લેખનીય છે કે, ચારેય મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે છે.

નિર્ભયા કેસના વકીલ એપી સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મને પહેલા દિવસે જ માલૂમ હતું કે, કેસમાં શું નિર્ણય આવશે. તેમ છતાં મેં કેસ હાથમાં લીધો હતો. તેમણે કહ્યું કે, પહેલા મેં આ કેસ લડવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ દોષિત પવનની પત્ની અને માતાએ મને રિકવેસ્ટ કરી હતી, તેથી આ કેસને મેં હાથમાં લીધો હતો. આ કેસને હાથમાં લીધા બાદ મને ધમકીઓ મળવાની શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર ગાળો પડી હતી. તેમણે કહ્યું કે, નિર્ભયાના મોતનો રાજકીય ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. 

તો જાણવા મળ્યું છે કે, ચારેય દોષિતોએ જેલમાં જે કમાણી કરી હતી તે પરિવારને સોંપવામાં આવશે. તો નિર્ભયાના દોષિતોને ફાંસી પહેલા કેટલાક કેદીઓએ જેલનો માહોલ પણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તિહાર જેલમાં તમિલનાડુ પોલીસ ફ્લેગમાર્ચ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news