નવી દિલ્હી : એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ 5 જુલાઈએ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. ભૂતકાળમાં મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલું હતું. એ સમયે મિઝાને સ્પષ્ટતા કરી હતી કે હું અને નવ્યા માત્ર મિત્રો છીએ. નવ્યા મારી બહેનની સારી મિત્ર હોવાથી અમે એક સર્કલમાં છીએ અને એટલે ઘણીવાર સાથે જોવા મળીએ છીએ. હું કોઈ સાથે રિલેશનશીપમાં નથી. જોકે, હાલમાં મિઝાને એવી કમેન્ટ કરી છે જેના કારણે તેના અને નવ્યાના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગ્યશ્રીના પતિને પકડીને લઈ ગઈ હતી પોલીસ કારણ કે...


હાલમાં મિઝાન એક ટોક શોમાં ગયો હતો. આ ટોક શોમાં ગેમ સેશન દરમિયાન તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે નવ્યા સાથે લગ્ન કરવાનું, સારા સાથે હુક અપનું અને અનન્યાને કિલ કરવાનું પસંદ કરશે. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં નવ્યાએ એક તસવીર શેર કરી હતી જેના કારણે તેના અને મિઝાનના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. મિઝાન અને નવ્યાની એ તસવીરો બાદ એવા અહેવાલો આવવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એ સમયે નવ્યાએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એ ખુલાસો પણ કરી દીધો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે નવ્યાએ મિઝાન સાથેની એક તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા કેપ્શનમાં નવ્યાએ લખ્યું કે 'રિલેશનશિપ ગોલ્સ'. આ તસવીરમાં નવ્યા અને મિઝાન એક જેવી ટીશર્ટમાં જોવા મળી રહ્યાં હતા. આ તસવીરમાં નવ્યા  ખુબ જ સુંદર  લાગી રહી છે.


[[{"fid":"222991","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રિપોર્ટ પ્રમાણે મિઝાનની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. 23 વર્ષન મિઝાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ મેળવી છે. તેણે ન્યૂ યોર્ક ફિલ્મમેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મિઝાન આ પહેલાં ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ચૂક્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...