ભાગ્યશ્રીના પતિને પકડીને લઈ ગઈ હતી પોલીસ કારણ કે...

બોલિવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાણીને મંગળવારે પોલીસે અરેસ્ટ કરી લીધો હતો

ભાગ્યશ્રીના પતિને પકડીને લઈ ગઈ હતી પોલીસ કારણ કે...

મુંબઈ : બોલિવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી લોકપ્રિય બનેલી એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાણીને મંગળવારે પોલીસે અરેસ્ટ કરી લેતા ચકચાર જામી છે. મળતી માહિતી પ્રમાણે હિમાલયને અંબોલી પોલીસ સ્ટેશને જુગારનો અડ્ડો ચલાવવાના આરોપમાં અરેસ્ટ કર્યો હતો. જોકે, બાદમાં તેને જામીન પર છોડી દેવાયો છે. 

— ANI (@ANI) July 3, 2019

રિપોર્ટ પ્રમાણે ગેરકાયદેસર જુગાર રમવા બાબતે 15 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ગત મહિને પોલીસે આ મામલે ઘણી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા અને તપાસમાં હિમાલય દાસાણીનું નામ પણ ગેમ્બલિંગ ચલાવવામાં સામે આવ્યું હતું. ભાગ્યશ્રીએ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ હિટ થયા બાદ તરત જ 1990માં હિમાલય દાસાણી સાથે લગ્ન કરી લીધા હતા અને બોલિવૂડને અલવિદા કહી દીધું હતું.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે હિમાલય દાસાણીનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. 'મેંને પ્યાર કિયા' હિટ સાબિત થયા પછી તેણે પોતાના બાળપણના મિત્ર અને બિઝનેસમેન હિમાલય દાસાણી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેણે પતિ સાથે 'કેદ મેં હૈં બુલબુલ', 'પાયલ' અને 'ત્યાગી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પણ સફળતા નહોતી મળી. ભાગ્યશ્રી રિયલ લાઇફમાં અભિમન્યુ અને અવંતિકા નામના બે સંતાનોની માતા છે. 50ની નજીક હોવા છતાં પણ તે આજે પણ ફિટ અને ખૂબસુરત લાગે છે તેમજ સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news