Sushant Suicide Case: અચાનક ગાયબ થયા રિયા અને તેનો ભાઈ, ફોન પણ બંધ
સુશાંત સિંહ રાજપૂતની મોતનો મામલો વધુ પેચીદો થઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક (Shovik) નો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનાથી સંપર્ક થઈ રહ્યો નથી. પોલીસની પાસે હાલના દસ્તાવેજમાં શોવિકનો એડ્રેસ છે, આ એડ્રેસ પર ZEE NEWS ના રિપોર્ટર આ એડ્રેસ પર પહોંચ્યા હતા, ત્યારે શોવિક સાથે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ઝી મીડિયા/બ્યૂરો :સુશાંત સિંહ રાજપૂતની મોતનો મામલો વધુ પેચીદો થઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક (Shovik) નો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનાથી સંપર્ક થઈ રહ્યો નથી. પોલીસની પાસે હાલના દસ્તાવેજમાં શોવિકનો એડ્રેસ છે, આ એડ્રેસ પર ZEE NEWS ના રિપોર્ટર આ એડ્રેસ પર પહોંચ્યા હતા, ત્યારે શોવિક સાથે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
EXCLUSIVE: સામે આવ્યું સુશાંતના બેંક ડિટેઈલનું સત્ય, કરોડોનો વહેવાર થયો હતો
જે બિલ્ડિંગની પાસે આ સમયે ZEE NEWS ના પ્રતિનિધિ હાજર છે, તે ફ્લેટ 101 રિયા અને શોવિકનો છે. પરંતુ હાલના સમયે બંને ત્યાં નથી. જેના બાદ ZEE NEWS એ શોવિકને પણ કોલ કર્યો હતો. પરંતુ આ કોલનો કોઈ જવાબ આવ્યો નથી.
કેમેરાની સામે રિપોર્ટરના કોલ કરવા પર નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે. ગઈકાલ સુધી આ નંબર ચાલુ હતો. જેના બાદ અમે શોવિકના વોટ્સએપ પર પણ મેસેજ કર્યો હતો. પરંતુ અમને કોઈ જવાબ મળ્યો ન હતો. એવું બિહાર પોલીસની સાથે પણ થયું છે. પોલીસે આ બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે.
Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડ મામલામાં થયેલી એફઆઈઆર નોંધાયા બાદ તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસની એક ટીમે સુશાંત સિંહના ડોક્ટર કેસરી ચાવડાનું પણ નિવેદન લીધું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, નવેમ્બર, 2019 થી તેઓ સુશાંતની સારવાર કરી રહ્યાં હતા. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી સુશાંતે ન તો દવા રેગ્યુલર લીધી હતી, પરંતુ ડોક્ટરની સલાહને પણ અવગણી હતી. તો, બિહાર પોલીસે બેંકથી સુશાંત સિંહના એકાઉન્ટ ડિટેઈલની માહિતી મેળવી છે. જેમાં તેના રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર