નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની ગુત્થી ઉકેલવાનું નામ લઇ રહી છે. આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાના કે કે સિંહની એફઆઇઆર નોંધ્યા બાદ હવે મુંબઇ પોલીસ સાથે બિહાર પણ તે કેસની તપાસ થઇ રહી છે. તાજેતરમાં જસમાચાર આવ્યા છે કે સુશાંત સિંહ જે નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા તે તેમના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનો હતો. અંતિમ સુશાંત સિંહને કોઇબીજાના નામે રજિસ્ટર નંબરનો ઉપયોગ કરવાની કેમ જરૂર પડી, આ વાતની તપાસ કરવા માટે ઝી ન્યૂઝએ સિદ્ધાર્થ પિઠાની સાથે ખાસ વાતચીતમાં જાનકારી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: આખરે ક્યાં ગાયબ થયા સુશાંત સિંહ રાજપૂતના 15 કરોડ રૂપિયા?


સિદ્ધાર્થ પિઠાનીએ પોતાના આ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતની પાસે ઘણા ગેજેટ હતા અને તેમણે મને પૂછ્યું હતું કે જો તમારી પાસે કોઇ સ્પેરમાં સિમ પડ્યું છે, તો મને તેની જરૂર છે. ત્યારબાદ સિદ્ધાર્થે સુશાંત માટે એક સિમની વ્યવસ્થા કરી. તમને જણાવી દઇએ કે આ સિમ મુંબઇ નહી, પરંતુ હૈદ્વાબાદના એક સરનામા પર રજિસ્ટર હતું, જ્યાં સિદ્ધાર્થ પિઠાનીના નાના-નાની રહે છે. આ ઉપરાંત સુશાંત એક બીજાનો ઉપયોગ કરતા હતા જે તેમના સ્ટાફ સૈમુઅલ મિરાંડાના નામે હતી. સુશાંત આત્મહત્યા કેસમાં મોબાઇલ નંબર જરૂરી કડીનું કામ કરી શકે છે. 


હવે આ પ્રશ્ન ઉદભવે છે કે સુશાંત સિંહ રાજપૂત આ બે લોકોના નામના સિમનો ઉપયોગ કેમ કરતો હતો. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ પિઠાની તે વ્યક્તિ છે જેને સુશાંત સાથે છેલ્લે વાત કરી હતી. એક વર્ષ પહેલાં કોમન ફ્રેંડ દ્વારા સુશાંત અને સિદ્ધાર્થ પિઠાનીની મુલાકાત થઇ હતી અને બંને મિત્રો બની ગયા. સુશા6ત સિંહે જે દિવસે આત્મહત્યા કરી હતી તે દિવસે સિદ્ધાર્થ તેના ઘરે હાજર હતો. આ ઉપરાંત સિદ્ધાર્થએ જ સુશાંતની ડેડ બોડી પંખા પરથી નીચે ઉતારી હતી. 


સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube