પાંચ મહિનાની મહેનતના અંતે આ એક્ટર બન્યો બિગ બોસ 13નો વિનર, જીત્યા આંખો પહોળી થાય એટલા પૈસા
આખરે પાંચ મહિના પછી ‘બિગ બોસ 13’ની સફરનો અંત આવ્યો છે અને વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ શોના ફિનાલેના વિજેતા બનવા માટે 6 સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા હતી.
મુંબઈ : આખરે પાંચ મહિના પછી ‘બિગ બોસ 13’ની સફરનો અંત આવ્યો છે અને વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ શોના ફિનાલેના વિજેતા બનવા માટે 6 સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા હતી. આ સ્પર્ધકોમાં સિદ્ધાર્થ શુકલા, આસિમ રિયાઝ, રશ્મિ દેસાઈ, શહનાઝ ગિલ, પારસ છાબડા અને આરતી સિંહનો સમાવેશ થતો હતો. જોકે, અંતે સિદ્ધાર્થ શુકલાએ બધાને પાછળ રાખીને આ શોનો તાજ પોતાને નામે કર્યો છે. સિદ્ધાર્થ શુકલાને વિનર્સ ટ્રોફી સાથે જ 50 લાખની રકમ પણ આપવામાં આવી છે.
[[{"fid":"253545","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ પહેલા બિગ બોસ 13ના ઝાકમઝોળ ભરેલા ફિનાલેમાં સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રી સાથે ‘બિગ બોસ 13’ની ગ્રાન્ડ ફિનાલે શરુ થયો હતો. સલમાને શો સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. સલમાન ખાને સીઝન 13માં ઘરની બહાર થયેલા સભ્યોને પૂછ્યું હતું કે તેમને કોણ ડિઝર્વિંગ લાગે છે. ત્યારે બધાએ પોતપોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટનું નામ જણાવ્યું હતું. એક સમયે સલમાન ખાને શહેનાઝને એવું પણ પૂછ્યું હતું કે સિદ્ધાર્થ, બિગ બોસની આંખ, 50 લાખ રુપિયા, દૂલ્હો, આ બધામાંથી તેની પસંદગી શું હશે. ત્યારે શહેનાઝે જવાબ આપ્યો હતો કે તે ટ્રોફીને પસંદ કરશે.
Bigg Boss 13: બિગ બોસ ફિનાલે પૂર્વે સિધ્ધાર્થ શુકલા સામે અંગૂરી ભાભીનો મોટો ખુલાસો
બિગ બોસ 13 (Bigg Boss 13) ફિનાલે પૂર્વે ચર્ચા અને અફવાનો દોર ચાલી રહ્યો હતો ત્યારે એક અભિનેતાએ કરેલી પોસ્ટ અનુસાર સિધ્ધાર્થ શુકલા જ વિનર છે એવી ટ્વિટ સામે આવતાં જ જાણે ભડકો થયો હતો. એ સમયે સિદ્ધાર્થ શુકલાને લઇને અંગૂરી ભાભીએ પણ મોટો ખુલાસો કરી સૌને ચોંકાવી દીધા હતા. અંગૂરી ભાભી ફેઇમ શિલ્પા શિંદેએ કહ્યું કે, સિદ્ધાર્થ સાથે તેણીને અફેર હતું અને આ વ્યક્તિ ઘણો આક્રમક છે. રિલેશનશીપ દરમિયાન સિદ્ધાર્થે તેણી પર હાથ પણ ઉપાડ્યો હતો માટે આ વ્યક્તિ તો વિનર ના જ થવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...