Bigg Boss 13: બિગ બોસ ફિનાલે પૂર્વે સિધ્ધાર્થ શુકલા સામે અંગૂરી ભાભીનો મોટો ખુલાસો

બિગ બોસ 13 ફિનાલે પૂર્વે સિધ્ઘાર્થ શુકલાને લઇને અંગૂરી ભાભીએ મોટો ખુલાસો કર્યો છે. તેણીનું કહેવું છે કે સિધ્ધાર્થ શુકલા સાથે તેણીને અફેર હતું અને આ દરમિયાન સિધ્ધાર્થે તેણી પર ઘણી વાર હાથ ઉપાડ્યો છે માટે...

Bigg Boss 13: બિગ બોસ ફિનાલે પૂર્વે સિધ્ધાર્થ શુકલા સામે અંગૂરી ભાભીનો મોટો ખુલાસો

નવી દિલ્હી: બિગ બોસ 13 (Bigg Boss 13) ફિનાલે પૂર્વે ચર્ચા અને અફવાનો દોર ચાલી રહ્યો છે. વિજેતાના નામ પણ કથિત રીતે જાહેર થઇ ગયા હોવાની વાત સામે આવતાં તો જાણે હોબાળો મચી ગયો છે. એક અભિનેતાએ કરેલી પોસ્ટ અનુસાર સિધ્ધાર્થ શુકલા જ વિનર છે એવી ટ્વિટ  સામે આવતાં જ જાણે ભડકો થયો છે તો બીજી તરફ સિધ્ધાર્થ શુકલાને લઇને અંગૂરી ભાભીએ પણ મોટો ખુલાસો કરી સૌને ચોંકાવી દીધા છે. અંગૂરી ભાભી ફેઇમ શિલ્પા શિંદેએ કહ્યું કે, સિધ્ધાર્થ સાથે તેણીને અફેર હતું અને આ વ્યક્તિ ઘણો આક્રમક છે. રિલેશનશીપ દરમિયાન સિધ્ધાર્થે તેણી પર હાથ પણ ઉપાડ્યો હતો માટે આ વ્યક્તિ તો વિનર ના જ થવો જોઇએ.

બિગ બોસ 11ની વિજેતા અને અભિનેત્રી શિલ્પા શિંદેએ દાવો કર્યો છે કે તે અભિનેતા અને બિગ બોસ 13ના પ્રતિસ્પર્ધી સિધ્ધાર્થ શુકલા સાથે સંબંધ રાખી ચુકી છે. શિલ્પાનું કહેવું છે કે હા, અમારૂ અફેર હતું અને સિધ્ધાર્થ શુકલા ઘણો આક્રમક વ્યક્તિ છે. તેણે મારી પર ઘણી વાર હાથ ઉપાડ્યો છે. શિલ્પાએ કહ્યું કે હું નથી ઇચ્છતી કે આવી વ્યક્તિ વિનર બને. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news