સાઉથ એક્ટર સિદ્ધાર્થે સાઈના નહેવાલની માંગી માફી, કહ્યું, `તમે હંમેશા મારી ચેમ્પિયન રહેશો`
સિદ્ધાર્થે ટ્વીટર પર પોતાનો પત્ર પોસ્ટ કર્યો છે. તેમને લખ્યું, `જો કેઈ જોકને સમજાવવો પડે તો એ સારી વાત ના કહેવાય. મને આશા છે કે તમે મારો આ લેટર સ્વીકાર કરશો. તમે મારી હંમેશા સેમ્પિયન રહેશો`.
નવી દિલ્લીઃ સિદ્ધાર્થે ટ્વીટર પર પોતાનો પત્ર પોસ્ટ કર્યો છે. તેમને લખ્યું, 'જો કેઈ જોકને સમજાવવો પડે તો એ સારી વાત ના કહેવાય. મને આશા છે કે તમે મારો આ લેટર સ્વીકાર કરશો. તમે મારી હંમેશા સેમ્પિયન રહેશો'. સાઉથ સ્ટાર સિદ્ધાર્થે થોડા દિવસ પહેલા એક ટ્વીટ કરીને વિવાદોને આમંત્ર આપ્યું હતું. તેમને બેડમિન્ટન સ્ટાર લાઈના નહેવાલને લઈને એક દ્વિઅર્થી ટ્વીટ કર્યું હતું.
આ ટ્વીટને લઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો. વાત રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી પહોંચી ગઈ હતી જે પછી એક્ટર સામે FRI કરવાની નોબત આવી ગઈ હતી. કંન્ટ્રોવર્સી પછી સિદ્ધાર્થે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તેમના શબ્દોનો ખોટો મતલબ કાઢવામાં આવી રહ્યો છે. હવે એક્ટરે સાઈના નહેવાલને માફીનામું લખ્યું છે.
સિદ્ધાર્થનું માફીનામું-
સિદ્ધાર્થે ટ્વીટર પર પોતાનો પત્ર ટ્વીટ કર્યો. લખ્યું,' જો કોઈ જોકને સમજવું પડે તો પછી તે જોક કોઈ સારી વાત નતી શરૂ આત માટે. જોક માટે સોરી, જે સરખો બેઠો નહીં. મને આશા છે કે આપણે આને પાછળ છોડી શકીએ છીએ અને તમે મારો આ લેટર સ્વીકાર કરો. તમે હંમેશા મારી ચેમ્પિયન રેહશો'.
એક્ટરે પોતાના માફીનામામાં એ પણ કહ્યું કે તેમના શબ્દો અને હ્યૂમરના કોઈને નુકસાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. તેમને લખ્યું, હું ક્ટ્ટર નારીવાદી સમર્થક છું અને મારું ટ્વીટ કોઈ જેન્ડર માટે ન હતું અને તમારા પર કોઈ પણ પ્રકારના પ્રહાર કરવાનો કોઈ ઈરાદો ન હતો.
સાઈનાનું રિએક્શન
સાઈના નેહવાલે સિદ્ધાર્થના માફીનામા પર જવાબ આપતા કહ્યું, તમારે આવી રીતે કોઈ પણ મહિલાને ટાર્ગેટ ન કરવી જોઈએ. ઠીક છે. મને તેમની પરવાહ નથી. હું મારી જગ્યાએ ખુશ છું. ભગવાન તેમનું ભલું કરે'
સાઈનાએ પહેલા પણ આપ્યો હતો જવાબ
સિદ્ધાર્થના ટ્વીટ પર પહેલા પણ સાઈના નહેવાલે જણાવ્યું હતું કે, મને નથી ખબર કે તે શું મેસેજ આપવા માંગતા હતા. મેને એક્ટર તરીકે તેમના કામને પસંદ કર્યું છે પરંતુ આ ઠીક ન હતું. જો તેમને કઈ કહેવું હતું તો વ્યવસ્થિત શબ્દોનો ઉપયોગ થઈ શક્યો હોત. જો પ્રધાનમંત્રીની સુરક્ષા મુદ્દો નથી તો દેશમાં શું સુરક્ષીત છે?
સિદ્ધાર્થ સાઉથમો ફેમસ એક્ટર છે. તેમને ફિલ્મ રંગ દે બસંતીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક્ટરના આ ટ્વીટ પહેલા પણ તે ઘણા અન્ય રાજકીય નિવેદનોથી લોકોના નિશાના પર આવી ચૂક્યા છે.