Sidharth Kiara Wedding: કિયારા-સિદ્ધાર્થના લગ્ન સ્થળના Inside Photos થઈ ગયા લીક, સૂર્યગઢ હોટલની જ કેમ પસંદગી કરાઈ?
Sidharth Kiara Wedding : જેસલમેરની સૂર્યગઢ હોટલ દેશવિદેશમાં ફિલ્મી સિતારાઓ અને રાજનેતાઓની પહેલી પસંદ છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, કરણ જોહર, ફરાહ ખાન સહિત અનેક સ્ટાર્સની આ હોટલ ફેવરિટ છે
Suryagadh Palace In Rajasthan : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની શરણાઈ હવે હોટલ સૂર્યગઢમાં સંભળાવા લાગી છે. લક્ઝુરિયસ ગાડીઓ એરપોર્ટથી લઈને સૂર્યગઢ વચ્ચે દોડી રહી છે. આ વચ્ચે મીડિયાની કેમેરા લાઈટ ચમકતી રહી છે. દુલ્હા-દુલ્હન પેલેસમાં પહોંચી ચૂક્યા છે. આજથી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે આ રોયલ વેડિંગ પર સૌની નજર છે. ત્યારે લોકો તેમના લગ્ન વિશે બધુ જાણવા માંગે છે.
કેવો છે સૂર્યગઢ પેલેસ હોટલ
જેસલમેરની સૂર્યગઢ પેલેસ હોટલમાં લગ્નના પ્રસંગ માટે અલગ અલગ પેલેસ બનાવાયા છે. હોટલનું ઈન્ટીરિયર અને લોકેશન લોકોને આકર્ષિત કરે તેવુ છે. આ કારણે સિદ્ધાર્થ અને કિયારાએ તેમના લગ્ન માટે આ પેલેસની પસંદગી કરી. હોટલમાં વાવ જેવી એક જગ્યા છે, આ જગ્યા સ્પેશિયલ લગ્નના ફેરા માટે બનાવવામા આવી છે. જ્યાં મંડપની ચારેતરફ પિલર લાગાવાય છે. આ મંડિપમાં કિયારા અને સિદ્ધાર્થ ફેરા લેશે. હોટલમાં ચારેતરફ નક્શીદાર જાળીઓનુ વર્ક જોવામળે છે. બિલ્ડીંગમાં લાગેલા લાંબા પડદા તેની સુંદરતામાં ચાર ચાંદ કરે છે.
સ્ટાર્સની ફેવરિટ હોટલ સૂર્યગઢ
જેસલમેરની સૂર્યગઢ હોટલ દેશવિદેશમાં ફિલ્મી સિતારાઓ અને રાજનેતાઓની પહેલી પસંદ છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, કરણ જોહર, ફરાહ ખાન સહિત અનેક સ્ટાર્સની આ હોટલ ફેવરિટ છે. હોટલમાં રેસ 3 ને હાઉસફુલ 4 નું શુટિંગ થયુ છે. અહી એનઆરઆઈ લગ્નો પણ ઢગલાબંધ થાય છે. જેથી અહી ખાસ હેલિપેડની વ્યવસ્થા પણ કરાઈ છે. આ હોટલ ડેસ્ટિનએશન વેડિંગ માટે ફેમસ છે.
5 વિલા અને 5 મોટી હવેલી
હોટલ સૂર્યગઢમાં રૂમને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેનુ એક દિવસનું બાડું 20 હજારથી લઈને 2 લાખ રૂપિયા છે. બેઝ કેટેગરીમાં ફોર્ટ રૂમ, હેરિટેજ અને પેવેલિયન છે. બીજી સ્યૂઈ રૂમ કેટેગરીમાં સિગ્નેચર, લક્ઝરી અને સૂર્યગઢ સ્યૂટ છે. ત્રીજી કેટેગરીમાં 5 વિલા છે, જેમાં 3 જેલસમેર હવેલી અને 2 ધાર હવેલી છે. વાત કરીએ તો, અહીં કુલ 84 રૂમ, 92 બેડરૂમ, બે મોટા ગાર્ડન, એક આર્ટિફિશ્યલ લેક, જીમ, બાર, ઈન્ડોર સ્વીમિંગ પુર, પાંચ મોટા વિલા, બે મોટા રેસ્ટોરન્ટ, ઈન્ડોર ગેમ, હોર્સ રાઈડિંગ, મિની ઝુ, ઓર્ગેનિક ગાર્ડન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.