લગ્ન કરવાના છે Sidharth Malhotra અને Kiara Advani! આ ફોટો કરી રહ્યો છે ઈશારો
આજે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તરફથી એવો ઇશારો મળ્યો છે જે જણાવી રહ્યો છે કે જલદી બન્ને લગ્ન કરવાના છે.
નવી દિલ્હીઃ હવે બોલીવુડમાં શરણાઈના સૂરનો સમય શરૂ થયો છે. જ્યાં થોડા દિવસ પહેલા નેહા કક્કડ અને રોહનપ્રીત, આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે લગ્ન કર્યા તો આજે વરૂણ ધવન (Varun Dhawan) પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે સાત ફેરા લઈ રહ્યો છે. આ વચ્ચે કંઈક એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બોલીવુડનું વધુ એક કપલ લગ્ન કરવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ રયૂમર્ડ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) ની.
લાંબા સમયથી રિલેશનશિપ અને ડેટિંગના સમાચારો વચ્ચે આજે કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) તરફથી કંઈક એવો ઈશારો મળ્યો છે, જે જણાવે છે કે બન્ને જલદી લગ્ન કરી શકે છે. હવે આ કપલ પરિવારને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે આજે રવિવારે બપોરે કિયારા અડવાણી (Kiara Advani), સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને તેના પરિવાર સાથે લંચ પર ગઈ હતી. જુઓ આ તસવીરો....
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube