Sidhu Moosewala: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022ના સૌથી શોકિંગ સમાચારમાંથી એક હતું. તેના મોતના 26 દિવસ બાદ તેનું છેલ્લું ગીત SYL રિલીઝ થયું હતું. સતલજ યમુના લિંક નહેરના મુદ્દા પર સિદ્ધુએ આ ગીત લખ્યું હતું. ગીત નદીના પાણી પર પંજાબના હક અને જેલોમાં બંધ શીખ કેદીઓ પર બનેલું છે. સિદ્ધુ મૂસેવાલાએ આ ગીત લખ્યું, કમ્પોઝ કર્યું અને ગાયું પણ પોતે. જો કે આ ગીત હવે યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SYL નો અર્થ છે સતલજ યમુના લિંક નહેર. એસવાયએલ નહેરના નામથી પણ ઓળખાય છે. 214 કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક નહેર છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદનો વિષય રહી છે. આ ગીત મ્યૂઝિક પ્રોડ્યૂસર MXRCI એ શુક્રવારે એટલે કે 23 જૂનના રોજ યુટ્યૂબ પર રિલીઝ કર્યું હતું. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આ ગીતને 27 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું હતું અને તેને 33 લાખ લાઈક્સ મળ્યા હતા.