`સિમ્બા’નો પહેલો ફટાફટ રિવ્યૂ : કેવી છે ફિલ્મ ? જાણી લો એક ક્લિકમાં
આજે રણવીર સિંહ અને સોહા અલી ખાનને ચમકાવતી `સિમ્બા` રિલીઝ થઈ છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનને ચમકાવતી ફિલ્મ 'સિમ્બા' આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ વખતે સૌથી પહેલાં ફિલ્મનો રિવ્યુ ગલ્ફ કન્ટ્રીમાંથી આવ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ત્યાંના પત્રકારોએ ‘સિમ્બા’ને પૈસાવસુલ ફિલ્મ ગણાવી છે. ગલ્ફ કન્ટ્રીના જાણીતા ખલીજ ટાઇમ્સે 'સિમ્બા'ને 4 સ્ટાર આપીને રણવીર સિંહને કમ્પ્લીટ પેકેજ ગણાવ્યો છે.
ખલીજ ટાઇમ્સે આપેલી માહિતી પ્રમાણે, '' ફિલ્મ સિમ્બામાં પોતાની જબરદસ્ત એક્ટિંગથી રણવીર સિંહે સાબિત કરી દીધું છે કે તે કમ્પ્લીટ એન્ટરટેઇનર છે. તે જબરદસ્ત ડાન્સ અને એક્શન કરે છે તેમજ ધાંસુ ડાયલોગ બોલે છે. ફિલ્મના સેકન્ડ હાફમાં એક્ટર તરીકે તેની અલગ જ રેન્જ દેખાય છે. રોહિત શેટ્ટીએ એક બોલિવૂડ મસાલા ફિલ્મ બનાવી છે જે દર્શકોને બહુ પસંદ પડશે. સિમ્બા જોતી વખતે દર્શક સીટ પરથી ખસી નથી શકતા. ફિલ્મમાં અજય દેવગનની એન્ટ્રી સાથે દર્શક સીટી મારવા મજબૂર થઈ જશે. સિમ્બાનો સમાવેશ 2018ની સફળ ફિલ્મોમાં થઈ જશે.'’
સલમાનની મમ્મીએ માંગી એવી રિટર્ન ગિફ્ટ કે સાવ બદલાઈ જશે ભાઈજાનની જિંદગી
ગલ્ફ કન્ટ્રીથી આવી રહેલા રિવ્યુઝમાં સારા અલી ખાનના પણ વખાણ થઈ રહ્યા છે. 'સિમ્બા'માં પોતાની એક્ટિંગથી સારા અલી ખાને બધાને પ્રભાવિત કર્યા છે. આ સંજોગોમાં કહી શકાય કે સૈફ અને અમૃતાની દીકરી 2018ની સૌથી મોટી શોધ છે.