`સિમ્બા`ની સફળતાએ રોહિતને બનાવ્યો નંબર વન ડિરેક્ટર,કોઈને ન મળી હોય એવી સિદ્ધિ
`સિમ્બા`માં રોહિત શેટ્ટી અને રણવીર સિંહે પહેલીવાર સાથે કામ કર્યું છે
નવી દિલ્હી : ગયા વર્ષે છેલ્લે છેલ્લે રિલીઝ થયેલી 'સિમ્બા'એ બોક્સઓફિસ પર કમાલ કરી દીધી છે. આ ફિલ્મ રણવીરની કરિયરની સૌથી મોટી ફિલ્મ તો બની જ ગઈ છે પણ સાથેસાથે એણે ડિરેક્ટર રોહિત શેટ્ટીને પણ 100 કરોડની ક્લબની ફિલ્મનો બાદશાહ બનાવી દીધો છે. હકીકતમાં 'સિમ્બા' સાથે રોહિત શેટ્ટી બોલિવૂડનો એવો પહેલો ડિરેક્ટર બની ગયો છે જેની છેલ્લી આઠ ફિલ્મોએ ભારતમાં 100 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. રોહિતની 'સિમ્બા'એ 5 દિવસમાં 124 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
'સિમ્બા' રોહિત શેટ્ટી અને એક્ટર રણવીર સિંહની પહેલી ફિલ્મ છે. રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મોમાં હિરો અજય દેવગન છે અને સિમ્બામાં પણ અજયની ઝલક જોવા મળી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે માહિતી આપી છે કે રોહિત શેટ્ટી 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મ બનાવનાર ડિરેક્ટર બની ગયા છે.
સારા કરતા આગળ નીકળવા જાન્હવીએ ભર્યુ મોટું પગલું, શ્રીદેવી જીવતી હોત તો તેને થયું હોત દુખ
રોહિત શેટ્ટીની હિટ ફિલ્મોમાં ગોલમાલ સિરીઝની ચાર ફિલ્મો, સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, ચેન્નાઇ એક્સપ્રેસ તેમજ દિલવાલેનો સમાવેશ થાય છે. રોહિત શેટ્ટી ‘ચેન્નઇ એક્સપ્રેસ’, ‘દિલવાલે’, ‘સિંઘમ’, ‘હકીકત’, ગોલમાલ સીરિઝ, ઓલ ધ બેસ્ટ, સન્ડે, સહિતની અનેક બ્લોકબસ્ટ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. રોહિત શેટ્ટીએ ફક્ત 17 વર્ષની ઉંમરમાં ફિલ્મ ફૂલ ઔર કાંટેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની ભૂમિકા ભજવી હતી. તે સિવાય સુહાગ, પ્યાર તો હોના હી થા, રાજૂ ચાચા જેવી અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે રોહિત શેટ્ટીની પ્રથમ ફિલ્મ 2003માં આવેલી જમીન હતી.