Abhijeet Bhattacharya: હિન્દી સિનેમાના જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. 1000થી વધુ ગીતમાં પોતાનો અવાજ આપનાર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાના તાજેતરના ઇન્ટરવ્યૂમાં કરિયર, પર્સનલ લાઇફ અને સાથે જ સલમાન ખાન વિશે વાતો કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં અભિજેતએ સલમાન ખાન માટે કેટલીક એવી કડવી વાતો કરી જેના કારણે તે વિવાદમાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ


અભિજીત ભટ્ટાચાર્યએ ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનને દારૂડિયો કહીને નિશાન સાધ્યું હતું. સાથે જ તેણે એવું પણ કહી દીધું કે સલમાન વિશે વાત કરવા જેવું કંઈ છે જ નહીં એ વાત કરવાને લાયક માણસ નથી. જ્યારે અભિજીતને સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, સલમાન ખાન અત્યારે પણ તેના માટે એવી જગ્યાએ નથી કે જેના વિશે તે વાત પણ કરે. 


આ પણ વાંચો: Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો


જ્યારે અભિજીતને શાહરુખ ખાન વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે શાહરુખ ખાન એક અલગ સ્તર છે. સાથે જ તેણે એવું કહ્યું કે શાહરુખ ખાન સાથે જે પણ મુદ્દા છે તે ફક્ત કામ સંબંધિત છે. સલમાન ખાનના હિટ એન્ડ રન મામલે તેણે કરેલી ટિપ્પણી અને સમર્થન વિશે જ્યારે અભિજીત ભટ્ટાચાર્યને પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે, સલમાન ખાનનું સમર્થન તેણે ક્યારેય નથી કર્યું. તે સમયે પણ તેણે એવું જ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ રોડ પર સુવે તો બેજવાબદાર અને દારૂડિયો વ્યક્તિ તેના પર ગાડી ચડાવી શકે છે. લોકો રસ્તા પર સુવે છે પરંતુ તે સુરક્ષિત નથી. તેણે આગળ ઉમેર્યું કે, જો તમે રસ્તા પર સુવો છો તો દારૂબાજ, ઠરકી તમારા પર ગાડી ચડાવવા પહોંચી જ જશે. આ ઇન્ટરવ્યૂ હવે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર તેના પર પોતાના રિએક્શન આપી રહ્યા છે. 


આ પણ વાંચો: Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર


જ્યારે અભિજીત ભટ્ટાચાર્યને પૂછવામાં આવ્યું કે તેણે સલમાન ખાન માટે ગીત શા માટે ગયા તો અભિજીતે કહી દીધું કે તે ગીત ગાતી વખતે પૂછતા નથી કે તે કયા એક્ટર માટે ગાય છે, જો કોઈ વ્યક્તિ ફિલ્મ બનાવે અને તેને ગીત ગાવા માટે કહે તો તે પોતાનું કામ કામ કરવા જાય છે તેને વાતની ખબર નથી હોતી કે તે કોના માટે ગીત ગાય છે.