Pushpa 2 On OTT: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કરી દીધો ખુલાસો

Pushpa 2 On OTT: અલ્લુ અર્જુનની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ત્યારે હવે લોકો એ જાણવા માટે આતુર છે કે પુષ્પા 2 ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે? આ પ્રશ્નનો જવાબ ફિલ્મ મેકર્સે આપી દીધો છે. 

Pushpa 2 On OTT: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કરી દીધો ખુલાસો

Pushpa 2 On OTT: અલ્લુ અર્જુન, રશ્મિકા મન્દાનાની ફિલ્મ પુષ્પા ટુ ધ રુલ ભારતમાં જ નહીં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 5 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયા ના બે અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી ભારતમાં 1000 કરોડથી વધારે અને દુનિયાભરમાં 1500 કરોડથી વધારે થઈ ચૂકી છે. 

મોટી સંખ્યામાં ચાહકો સિનેમા ઘરમાં આ ફિલ્મ જોવા ઉમટી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો એવા છે જે આ ફિલ્મમાં ઘરમાં જોઈ શક્યા નથી. આવા લોકોમાં સૌથી વધુ લોકો એ હોય છે કે ફિલ્મ સિનેમા ઘરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર જોવાનું પસંદ કરે છે. મોટાભાગે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર તે રિલીઝ થઈ જતી હોય છે. તેથી પુષ્પા 2 ને લઈને પણ લોકોમાં આતુરતા છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે ? ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર ફિલ્મ  મેકર્સે પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

ફિલ્મ મેકર્સ તરફથી પુષ્પા 2 ના ઓટીટી રીલીઝને લઈને મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે 9 જાન્યુઆરી 2025 ના રોજ પુષ્પા ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઈ જશે. પરંતુ ફિલ્મ મેકર્સે આ વાતને નકારી છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. 

પુષ્પા 2 ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી આધિકારીક એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ફિલ્મ 56 દિવસ સુધી કોઈ જ ઓટીટી પર ઉપલબ્ધ નહીં હોય. પુષ્પા 2 ફિલ્મ હાલ સિનેમા ઘરોમાં જ જોઈ શકાશે. 56 દિવસ સુધી ફિલ્મ કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. 

સુકુમારના ડાયરેક્શનમાં બનેલી પુષ્પા 2 ફિલ્મ 2021 માં આવેલી પુષ્પા ધ રાઇઝ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એક વખત પુષ્પ રાજ અને રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં જોવા મળે છે. પુષ્પા 2 ફિલ્મ અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે જેમાં સૌથી વધુ કમાણી હિન્દી વર્ઝનમાં થઈ રહી છે. પુષ્પા 2  ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 1500 કરોડથી વધારેની હોવાનું સામે આવ્યું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news