મુંબઈ : લોકપ્રિય સિંગર સોના મોહપાત્રાના એક ગીતના કારણે નવો વિવાદ ઉભો થયો છે. સોનાના આરોપ પ્રમાણે તેને એક સંગઠને ધમકી આપી છે. સંગઠનને સોના ટુંકા કપડાં પહેરીને ગીત ગાય એની સામે વાંધો છે. આ ધમકી પછી સિંગરે પોલીસને સમગ્ર મામલાની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive : જલ્દી બંધ થઈ જશે SBIની 6 બ્રાન્ચ, ચેક કરી લો તમારું એકાઉન્ટ તો નથી ને...


સોનાના લેટેસ્ટ ટ્રેક 'તોરી સુરત' માટે ધમકી મળી રહી છે. તેના બે ગીતો સામે વિરોધ નોંધાવામાં આ્વ્યો છે. સોનાએ આપેલી માહિતી પ્રમાણે મદારિયા સુફી ફાઉન્ડેશન તરફથી તેને ઘણા દિવસથી ધમકી મળી રહી છે. સોનાએ મંબઈ પોલીસને ટ્વીટ કરીને આ ધમકીની જાણકારી આપી છે. તેણે લખ્યું છે કે ડિયર મુંબઈ પોલીસ, મને મદારિયા સુફી ફાઉન્ડેશન તરફથી ધમકીભરી નોટિસ મળી રહી છે. તેઓ ઇચ્છે છે કે હું મારો મ્યુઝિક વીડિયો તોરી સુરત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દઉં. તેમનો આરોપ છે કે આ વીડિયો વલ્ગર છે અને એના કારણે સાંપ્રદાયિક તોફાન થઈ શકે છે. 




સોનાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે મદારિયા ફાઉન્ડેશને મારા પર આરોપ મૂકતા જણાવ્યં છે કે હું ટુંકા કપડાં પહેરીને સુફી ગીતો ગાઉં છુ જેના કારણે ઇસ્લામનું અપમાન થાય છે. હવે મદારિયા ફાઉન્ડેશન મને 6 દિવસથી હેરાન કરી રહ્યું છે. સુફી ફાઉન્ડેશનનો દાવો છે કે મને ધમકી આુપવા પાછળનો હેતુ સૌહાર્દ અને શાંતિ જાળવી રાખવાનો છે. સોનાને આ મામલામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈનો ટેકો નથી મળ્યો અને માત્ર જાવેદ અખ્તર જ તેના સમર્થનમાં આગળ આવ્યા છે.  જાવેદ અખ્તરે કહ્યું છે કે સુફી સંગીત કોઈની બાપીકી મિલકત નથી.