નવી દિલ્હી: થોડા દિવસ પહોલા જ ઉર્ફી જાવેદ (Urfi Javid) ખૂબ જ બોલ્ડ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળી હતી. આ વીડિયો સાથે, બોલીવુડના ગીતકાર અને લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) નું એક નિવેદન પણ જોર પકડી રહ્યું છે. જેમાં તેમણે RSSની તુલના તાલિબાન સાથે કરી. આ પછી, સોશિયલ મીડિયા પર આવી કેટલીક પોસ્ટ્સ સામે આવી જેમાં ઉર્ફી જાવેદ અને જાવેદ અખ્તરને પૌત્રી અને દાદા તરીકે વર્ણવવામાં આવ્યા. ચાલો તમને જણાવીએ આ બંને વચ્ચેના સંબંધોનું સત્ય...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે પોસ્ટ આવી સામે
ટ્વિટર પર વીડિયો શેર કરતાં એક વ્યક્તિએ લખ્યું, 'આ જાવેદ અખ્તરની પૌત્રી ઉર્ફી જાવેદ છે. મુંબઈ એરપોર્ટ પર આનો ડ્રેસ જુઓ, તાલિબાની ઈચ્છતા લોકોને કહો, સરિયા કાયદા અનુસાર તેની શું સજા છે. ' હજારો લોકોએ ફેસબુક અને ટ્વિટર પર સમાન કેપ્શન સાથે આ વીડિયો પોસ્ટ કર્યો છે.


આ પણ વાંચો:- Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થયો અનુજ કાપડિયા, હાલ જોઇ ફેન્સે પણ કહ્યું...


મુંબઈ ઈન્ડિયન્સના ભાઈનું ટી 20 વર્લ્ડકપ 2021 માંથી કપાયું પત્તું, આ 5 ખેલાડી બન્યા વિલન


જાણો શું છે સંબંધ
શબાનાની ટીમે તેના વતી એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઉર્ફી અને તેના પરિવાર વચ્ચે કોઈ સંબંધ નથી. આ અમુક વ્યક્તિનું તોફાન છે જેમણે આવી પોસ્ટ મૂકીને જાવેદ અખ્તર વિરુદ્ધ આવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. શબાનાના આ નિવેદન બાદ પણ સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ સતત દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તરની બે પૌત્રીઓ છે, શક્યા અખ્તર અને અકીરા અખ્તર.


તાલિબાન વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા


જાવેદના નિવેદન પર હંગામો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગીતકાર અને લેખક જાવેદ અખ્તર RSSની તાલિબાન સાથે તુલના કરીને ઘેરાઈ ગયા છે. ભાજપે તેમના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. ભાજપના નેતા રામ કદમે વીડિયો જાહેર કર્યો અને જાવેદ સામે કેસ નોંધવાની વાત કરી, જ્યારે તેમણે જાહેર માફીની પણ માંગ કરી. આ સાથે જ ભાજપના કેટલાક નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube