મુંબઈ : ગઈ કાલે રાત્રે સેલિબ્રેટ કરવામાં આવેલા સલમાન ખાનના બર્થ-ડેમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સ પહોંચ્યા હતા અને આ પાર્ટીની તસવીરો પણ વાઇરલ થઈ છે. આ તસવીરોમાં ચર્ચાનો મુદ્દો બની છે સોનાક્ષી સિંહાની તસવીરો. સોનાક્ષી આ બર્થ-ડે પાર્ટીમાં પોતાના નવા બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે પહોંચી હતી. તેની અને ઝહીરની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો બની છે. નોંધનીય છે કે ઝહીર હાલમાં સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. 


Shocking : 'કલંક'ના સેટ પર કરણને ઉભોઉભો રોવડાવ્યો આલિયાએ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાક્ષીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો હાલમાં તે કરણ જોહર અને સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બની રહેલી 'કલંક'માં વ્યસ્ત છે. આ પછી તે સલમાન ખાનની 'દબંગ 3'નું શૂટિંગ શરૂ કરશે. સોનાક્ષી પાસે હાલમાં એક ફિલ્મ આવી છે જેમાં તેને પોલીસ ઓફિસરનો રોલ ઓફર થયો છે. જોકે સોનાક્ષીએ હજી આ ફિલ્મ સાઇન નથી કરી. 


સોનાક્ષીના અંગત જીવનની વાત કરીએ તો ઝહીર ઇકબાલ પહેલાં તેનું નામ બંટી સચદેવા અને અર્જુન કપૂર સાથે સંકળાયું હતું. બંટી અને સોનાક્ષીનું અફેર વર્ષો સુધી ચાલ્યું હતું પણ 2018માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. અર્જુન સાથે તેનું નામ 'તેવર' વખતે જોડાયું હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...