નવી દિલ્હી : સોનાલી બેન્દ્રે હાલમાં મેટાસ્ટેટિક કેન્સર સામે લડી રહી છે અને ટ્રીટ્મેન્ટ માટે ન્યૂયોર્કમાં છે. જોકે આ બીમારી સામે લડતી વખતે સોનાલીએ પોતાની અંદરની સકારાત્મકતાને નથી ગુમાવી. તેણે પોતાને કેન્સર થયું હોવાની જાહેરાત પણ બહુ સકારાત્મક રીતે કરી હતી. હાલમાં સોનાલીએ પોતાનો લેટેસ્ટ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. સોનાલી બેન્દ્રેની ખૂબસુરતી અને ખાસ કરીને એના લાંબા વાળના ચાહકોની સંખ્યા હજારોમાં છે. જોકે સોનાલીએ પોતાના આ ખૂબસુરત વાળ કપાવી નાખ્યા છે અને તેણે આ હેરકટિંગનો વીડિયો શેયર કર્યો છે. 


આ વીડિયો શેયર કરતી વખતે સોનાલીએ લખ્યું છે કે 'મારી પસંદગીની લેખિકા ઇસાબેલના શબ્દોમાં કહું તો આપણને જ્યાં સુધી આપણી અંદરની તાકાત બહાર કાઢવા માટે મજબૂર નથી થવું પડતું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી કે આપણે કેટલા શક્તિશાળી છીએ. દ:ખ વખતે, યુદ્ધ વખતે કે પછી  જરૂરત વખતે આપણે શાનદાર દેખાવ કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી મને જે પ્રેમ મળ્યો છે એનાથી હું અભિભુત થઈ ગઈ છું. હું તેમની આભારી છું. તેમણે મને અહેસાસ કરાવ્યો છે કે હું એકલી નથી.'


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...