મુંબઈ : રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષે લગ્ન કરવાના છે એવી જોરદાર ચર્ચા છે. હાલમાં આ બંને આ ચર્ચાને માત્ર અફવા ગણાવી રહ્યા છે. જોકે ખાસ વાત તો એ છે કે આ બંનેએ ક્યારેય એકબીજા સાથે ડેટિંગની વાત સ્વીકારી નથી પણ આમ છતાં તેમના લગ્નની ચર્ચા ચાલી છે. જોકે હાલમાં સોનમ કપૂરે એક ઇ્ન્ટરવ્યૂમાં રણવીર અને દીપિકાના લગ્ન વિશે મોટું નિવેદન આપીને બોલિવૂડના મોટા રહસ્યનો ભાંડો ફોડી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરીના લગ્નની આ તસવીર જોઈને સાનિયાના પરિવારને આનંદના બદલે થશે દુ:ખ કારણ કે...


હાલમાં સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની હતી. એક ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં સોનમે રણવીર અને દીપિકાના લગ્નની ચર્ચા પર મજેદાર જ્વાબ આપ્યો હતો. આ મામલે સોનમે કહ્યું છે કે મને આશા છે કે બહુ જલ્દી તેમના લગ્ન થઈ જવા જોઈએ. અમારો આખો પરિવાર રણવીર અને દીપિકાના લગ્નની રાહ જોઈ રહ્યો છે. સોનમના આ નિવેદનથી બે વાતો સ્પષ્ટ થઈ ગઈ છે કે રણવીર-દીપિકા એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે અને મીડિયામાં આવી રહેલા લગ્નની સમાચાર સંપૂર્ણ અફવા નથી. 


રણવીર અને દીપિકાની જોડી 'દીપવીર'ના નામે જાણીતી છે. હાલમાં જ દીપિકાના લગ્નના શોપિંગના સમાચાર આ્વ્યા હતા. છેલ્લે આ જોડી 'પદ્માવત'માં સાથે જોવા મળી હતી. જોકે તેમનો એકસાથે કોઈ સીન નહોતો. દીપિકા હાલમાં કાનથી પરત ફરી છે અને રણવીર 'ગલી બોય'ના શૂટિંગમાંથી ફ્રી થયો છે.