મુંબઇ: બોલીવુડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન સ્ટારર ફિલ્મ કુલી નંબર-1નું પહેલું સોન્ગ રિલીઝ થઈ ગયું છે. આ સોન્ગમાં સારા અલી ખાન અને વરુણ ધવનની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી. સોન્ગ તેરી ભાભીમાં વરુણ ધવન ધમાકેદાર ડાન્સ કરે છે. જો કે આ સોન્ગમાં સારા અલી ખાન પોતાની દિલકશ અદાઓ અને શાનદાર ડાન્સથી ફેન્સને પાગલ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તેરી ભાભી' સોન્ગ લોકોને આવ્યું પસંદ
કુલી નંબર-1નું આ સોન્ગ રિલીઝ થયાને થોડી જ મિનિટોમાં તેને 1 લાખ લોકોએ જોઈ લીધું હતું. આ સોન્ગને જાવેદ-મોહસીને ગાયું છે સાથે જ નેહા કક્કર અને દેવ નેગીએ પણ પોતાનો આવાજ આપ્યો છે. આ સોન્ગનું મ્યૂઝિક પણ જાવેદે આપ્યું છે. આ સોન્ગ દાનિશ સબરીએ લખ્યું છે. આ તમામ કલાકારોએ તૈયાર કરેલા સોન્ગને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube