#MeToo : હવે ફસાયો ‘પ્યાર કા પંચનામા’નો ડિરેક્ટર, ઓડિશનના બહાને ઉતરાવ્યા કપડાં
એક્ટ્રેસની આપવીતી સાંભળીને ઉભા થઈ જશે રૂંવાડા
મુંબઈ : #MeToo મૂવમેન્ટ પછી બોલિવૂડમાં જાણે સાપનો કરંડિયો ખુલી ગયો હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ડિરેક્ટર સાજિદ ખાન પછી પ્યાર કા પંચનામાના ડાયરેક્ટર લવ રંજન પર પણ જાતીય સતામણીનો આરોપ છે. એક એક્ટ્રેસે લવ રંજનની ફિલ્મ માટે ઓડિશન આપવાની ઘટના શેર કરી છે. એક્ટ્રેસે કહ્યું કે ઓડિશન વખતે લવ રંજને તેને પૂછ્યું હતું કે શું તે માસ્ટરબેટ કરી શકે છે ત્યાર બાદ તે ઘણી અન્કમ્ફર્ટેબલ થઈ ગઈ હતી અને તે ઓડિશન છોડીને જતી રહી હતી. એક્ટ્રેસે જણાવ્યું કે લવ રંજને તેને એ પણ પૂછ્યું કે તે વર્જિન છે કે નહિં, ક્યારેય કોન્ડોમ યુઝ કર્યું છે કે નહિં અને શું તે માસ્ટરબેટ કરે છે? આ સાથે લવ રંજને તેની સ્કૂલિંગ અને ફેમિલી વિષે પણ પૂછ્યું. ત્યાર પછી તેણે તેને કોઈ બોયફ્રેન્ડ છે કે નહિં એ પૂછ્યું. એક્ટ્રેસે જ્યારે જવા માટે પૂછ્યું તો લવ રંજને કહ્યું કે તે તેને ખોટો ન સમજે. એક્ટ્રેસે જણાવ્યું કે આ ઘટના પછી તે જર્મનીમાં સેટલ થઈ ગઈ. જો કે લવ રંજને આ આરોપને નકારી કાઢ્યા છે.
એક્ટ્રેસે પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે આ ઘટના 2010ની છે. કાસ્ટિંગ ડાયરેક્ટર વિકી સદાનાએ તેને કોલ કર્યો હતો. તે સમયે પ્યાર કા પંચનામાનું ઓડિશન ચાલી રહ્યું હતું. આ ઓડિશન માટે શોર્ટ સ્કર્ટ અને ટાઈટ ટોપ પહેરી આવવાનું હતું. ત્યાં 7-8 છોકરી આવી હતી પરંતુ કોઈને પણ ડાયલોગ કે એક્ટ આપવામાં આવ્યા નહોતા.
એક્ટ્રેસે જણાવ્યું કે આ પછી બિકીની ટેસ્ટ થયો જેમાં લવ રંજન અને સિનેમેટોગ્રાફરે એક એક કરીને છોકરીઓને બોલાવી. લવ રંજને કહ્યું કે ફિલ્મમાં એક કિસિંગ સીન અને બિકીની સીન હશે. ત્યાર બાદ ડિરેક્ટરે કહ્યું કે તે જોવા માંગે છે કે તે બિકીનીમાં કેવી લાગશે. આથી ડિરેક્ટરે તેને કપડા ઉતારીને તે બ્રા અને પેન્ટીમાં કેવી લાગે છે તે દેખાડવા કહ્યું.