ઝી મીડિયા/બ્યૂરો :સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે. 


આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા... એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’