HBD Sonu Nigam: 30 જુલાઈ 1973 માં હરિયાણાના ફરિદાબાદમાં જન્મેલા સોનૂ નિગમે 3 વર્ષની વયથી પોતાની કાર્કિદીની શરૂઆત કરી હતી. તે સ્ટેજ પર તેમના પિતા સાથે મોહમ્મદ રફીના ગીત "ક્યા હૂઆ તેરા વાદા, વો કસમ વો ઈરાદા" ગાવા જોડાયા ત્યાર પછી સોનૂ નિગમ તેમના ગીત જાહેર સમારોહ તથા લગ્ન પ્રસંગે તેમના પિતા સાથે ગાવા લાગ્યા. તેવો 19 વર્ષની ઉંમરમાં તેમના પિતા સાથે મુંબઈ પહોંચ્યા હતા અને બોલીવુડમાં ગીત ગાવાની શરૂઆત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનૂ નિગમનો સંઘર્ષ
સોનૂ નિગમ જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમનો શરૂઆતનો સમય ખૂબ સંઘર્ષમય રહ્યો. શરુઆતમાં મોહમ્મદ રફીના ગીતો ગાતા હતા. ગુલશન કુમારે સોનૂ નિગમની પ્રતિભા ઓળખી દર્શકો સુધી પહોંચવા માટે તક આપી. 1 મે 1995 ના રોજ સોનૂ નિગમ 'સા રે ગા મા પા' નામના SINGING કાર્યક્રમમાં પ્રથમ એપિસોડથી યજમાન તરીકે જોવા મળ્યા. આ શો ઝડપથી લોકપ્રિય બની ગયો. ત્યાર બાદ 1995 માં સોનૂ નિગમે ગાયેલું ગીત "અચ્છા સીલા દિયા" આલ્બમ બેવફા સનમ જે ખૂબ સફળ થયો હતો. વર્ષ 2006 માં સોનૂ નિગમ યજમાન તરીકે પોતાના રેડિયો કાર્યક્રમ જીવનની સાથે રેડિયો સીટી 91.1 એફએમ કર્યો હતો.


સોનૂ નિગમનું વ્યક્તિગત જીવન 
સોનૂ નિગમ એક ગાયક કુટૂંબમાંથી આવે છે. તેમના માતાનું નામ શોભા નિગમ અને તેમના પિતાનાનું નામ અગમકુમાર છે. સોનૂ નિગમની બે બહેનો છે એક બહેનું નામ મીનલ અને બીજી બહેનનું નામ નિકિતા છે. છેલ્લા થોડા વર્ષોમાં સોનૂ નિગમના પિતાએ "બેવફાઈ", "ફિર બેવફાઈ" અને "બેવફાઈ કા આલમ" સહિત અનેક હીટ આલ્બમ રજૂ કર્યા છે. નિકિતા પણ ખ્યાતિપ્રાપ્ત ગાયક છે. સોનૂ નિગમના લગ્ન 15 ફેબ્રુઆરી 2002 ના રોજ મધુરિમા સાથે થયા અને તેમને એક સંતાન છે જેનું નામ નેવાન છે.


સોનૂ નિગમને પુરસ્કાર
2004 માં "કલ હો ના હો" ફિલ્મ માટે શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક માટે રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત મળ્યો. 2007 અને 2008 માં ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. 1998 Best Male Pop Artist તરીકેનો એવોર્ડ મળ્યો. 2001 માં શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરીકેનો એવોર્ડ મળ્યો. 2004 અને 2005 માં પણ શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરીકેનો એવોર્ડ મળ્યો. 2001, 2002, 2003 માં  શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક તરી International Indian Film Academy Awards મળ્યો હતો.


સોનૂ નિગમની ફિલ્મી સફર
1980 માં આવેલી 'પ્યારા દુશ્મન', 1982 માં આવેલી 'કામચોર', 1982 માં આવેલી 'ઉસ્તાદી ઉસ્તાદ સે', 1983 માં આવેલી 'બેતાબ' સહીતની લગભગ 12 જેટલી ફિલ્મોમાં અભીનય કર્યો છે.