Sonu Sood દર્દીનો જીવ નહીં બચાવી શકવા પર દુ:ખી, કહ્યું- હેલ્પલેસ ફીલ કરું છું
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) તેની ઉદારતા માટે જાણીતા છે. આ દેશ કોરોનાથી પીડિત છે ત્યારથી સોનુ સૂદ એક મસિહા તરીકે ઉભરી આવ્યો છે અને લોકોને મદદ કરી રહ્યો છે
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) તેની ઉદારતા માટે જાણીતા છે. આ દેશ કોરોનાથી પીડિત છે ત્યારથી સોનુ સૂદ એક મસિહા તરીકે ઉભરી આવ્યો છે અને લોકોને મદદ કરી રહ્યો છે. પરંતુ સોનુ સૂદ હવે નિરાશ થયો છે અને તેણે પોતાનું દુ:ખ ટ્વિટર પર શેર કર્યું છે.
દુ:ખમાં ડૂબી ગયો સોનુ
સોનુ સૂદ (Sonu Sood Help) ભલે લોકોના જીવ બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ દરેકના જીવ બચાવવા શક્ય નથી. તાજેતરમાં સોનુ સૂદ (Sonu Sood Twitter) દર્દીને બચાવવાના દુ:ખમાં ડૂબી ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:- SHAHRUKH KHAN ને આ ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર, જાતે વેચવી પડી હતી ટિકિટો
બચાવી શક્યો નહીં જીવન
અભિનેતાએ આ વિશે લખ્યું- એક દર્દી જેને તમે બચાવવા ઇચ્છી રહ્યા છો તેને તમે ગુમાવશો, તો એવું લાગે છે કે, તમે કોને ગુમાવ્યા છે. સાથે જ તેની ફેમિલીને પણ ફેસ કરવું ખુબ જ મુશ્કેલ છે જેને બચાવવાનો તમે વચન આપ્યું હતું. આજે મેં કેટલાકના ગુમાવ્યા છે. જે દર્દીના પરિવારની સાથે તમે દિવસભર લગભગ 10 વખત ટચમાં રહો છો તે પરિવારે પોતાનો એક સભ્ય હમેશા માટે ગુમાવ્યા હોય છે. મે એવી સ્થિતિમાં હેલ્પલેસ ફીલ કરું છું.
આ પણ વાંચો:- મનોજ બાજપેયીએ શાહરૂખ ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જવાનીના દિવસોના રહસ્યો ખુલ્યા
Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથી રહ્યા છે 3-3 લોકો
માતાપિતા વિશે કહી આ વાત
ખૂબ વિચલિત સોનુ સૂદે (Sonu Sood) એમ પણ કહ્યું કે તે સારું છે કે આ તબક્કામાં તેના માતાપિતા નથી. સોનુ કહે છે, 'કદાચ મારા માતા-પિતા યોગ્ય સમયે ચાલ્યા ગયા. જો મારે આ તબક્કામાંથી પસાર થવું પડ્યું હોત કે હું તેમના માટે બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરી શકતો નથી, તો હું સંપૂર્ણપણે તૂટી ગયો હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube