નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) લોકડાઉન (Lockdown)માં ફસાયેલા પ્રવાસી મજૂરો ઘરે પહોંચવામાં મદદ કરી રહ્યાં છે. સૌનૂ સૂદના આ કામની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. એવામાં એક્ટરની પ્રસંશામાં એક ચાહકે લખ્યું કે સુષમા સ્વરાજ વિદેશમાં લોકોની મદદ કરતી હતી અને તમે દેશમાં ફસાયેલા લોકોની મદદ કરે છે. સોનૂએ તેના ચાહકોની આ વાતને હૃદયને ટચ કરતો જવાબ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોનાકાળમાં તન, મન અને ધનથી મજૂરોની મદદ કરી રહ્યો છે સોનુ, શ્રમિકે ટ્વીટ કરીને જાણો શું કહ્યું?


સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, એક સુષમા સ્વરાજ હતી, જે વિદેશોમાં ફસાયેલા લોકોની મદદ કરતી હતી અને એક સોનૂ સૂદ છે, જે દેશમાં ફસાયેલા લોકોની મદદ કરે છે. હું સોનૂ સૂદના સમર્થનમાં મારો પ્રોફાઇલ પિક્સને 24 કલાક માટે ચેન્જ કરી રહ્યો છું.  તમને ખુબ જ પ્રેમ અને શક્તિ સોનૂ ભાઈ.


આ પણ વાંચો:- સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન


સોનૂ સૂદએ જવાબમાં લખ્યું, દિલમાં પ્રોફાઇલ પિક્સ જીવન ભર માટે લગાવો, 24 કલાક માટે નહીં. ભગવાનની કૃપા બની રહે. સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. હવે તમામ લોકો ટ્વિટર પર તેમણે ટેગ કરી ઘર પહોંચવાની મદદ માગી રહ્યાં છે. મદદ માગી રહેલા લોકોને સોનૂ જવાબમાં ઘરે મોકલવાનું આશ્વાસન આપી રહ્યાં છે.


આ પણ વાંચો:- બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર


તમને જણાવી દઇએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સોનૂ સુદ પ્રવાસી મજૂરોને બસમાં બેસાડી રવાના કરતા જોવા મળ્યા હતા. આ સાથે સતત જરૂરતમંદ લોકો તેની પાસે મદદની અપીલ કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube