સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન

એક્ટર મોહિત બધેલ (Mohit Baghel) જેઓએ કોમેડી શઓ ‘છોટે મિયા’ની સાથે શોબિઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, કેન્સરને કારણે તેમનુ નિધન થયું છે. તે માત્ર 27 વર્ષના જ હતા. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કલના લેખક અને નિર્દેશક અને કોમેડી નાઈટ્સ વિથ કપિલના નિર્દેશક રાજ શાંડિલ્ય (Raaj Shaandilyaa) એ કરી છે. રાજે કરેલી આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલિવુડના બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થયુહતું. ત્યારે એક મહિનામાં કેન્સરથી નિધન પામનાર તેઓ ત્રીજા એ્કટર છે. 

Updated By: May 23, 2020, 04:23 PM IST
સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન

ઝી મીડિયા/બ્યૂરો :એક્ટર મોહિત બધેલ (Mohit Baghel) જેઓએ કોમેડી શઓ ‘છોટે મિયા’ની સાથે શોબિઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, કેન્સરને કારણે તેમનુ નિધન થયું છે. તે માત્ર 27 વર્ષના જ હતા. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કલના લેખક અને નિર્દેશક અને કોમેડી નાઈટ્સ વિથ કપિલના નિર્દેશક રાજ શાંડિલ્ય (Raaj Shaandilyaa) એ કરી છે. રાજે કરેલી આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલિવુડના બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થયુહતું. ત્યારે એક મહિનામાં કેન્સરથી નિધન પામનાર તેઓ ત્રીજા એ્કટર છે. 

બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર

રાજ શાંડિલ્યએ ટ્વિટ કરીને લખ્યું કે, મોહિત મારો ભાઈ આટલી જલ્દી કેમ જતો રહ્યો. મેં તને કહ્યું હતું કે, જો તારા માટે આખી ઈન્ડસ્ટ્રીઝ થંભી ગઈ છે. જલ્દી સાજો થઈને આવજે, પછી સાથે કામ શરૂ કરીશું. તુ બહુ જ સારો એક્ટર હતો. તેથી આગામી ફિલ્મમા સેટ પર તારી રાહ જોઈશ. તારે આવવુ જ પડશે. ઓમ સાઈ રામ. #cancer RIP.' તો ગુરુપ્રીત કૌર ચઢ્ઢાએ પણ એક ટ્વિટ કરીને લખ્યું કે, મારા સપનામાં પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે તને આટલા જલ્દી ગુમાવી દઈશું. એક અભિનેતા જેણે #Ready ફિલ્મમાં અદભૂત અભિનય કર્યો હતો. 

ઓછું કામ કરીને બનાવી હતી ઓળખ
મોહિત બઘેલના અચાનક નિધનથી બોલિવુડમાં સન્નાટો છવાયો હતો. મોહિતે નાના પડદાથી લઈને મોટા પડદા પર પોતાની સારી ઓળખ બનાવી હતી. એટલુ જ નહિ, તેઓ ફિલ્મ રેડીમાં પણ સ્ક્રીન શેર કરી હતી. મોહિતે રેડી ફિલ્મમાં છોટે અમર ચૌધરીનુ પાત્ર ભજવ્યું હતુ. 

મોહિતનો જન્મ 7 જૂન, 1993માં ઉત્તર પ્રદેશના મથુરામાં થયો હતો. તેઓને બાળપણથી જ અભિનયમાં રસ હતો. તેઓએ સ્કૂલમાં નાટકો અને વાદવિવાદમાં ભાગ લીધો હતો. 2011થી તેઓએ રેડી ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેના બાદ તે ઉમા ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં જિમી શેરગીલ, સંજય મિશ્રા, ઓમ પુરીની સાથે કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર