Sonu Sood WhatsApp: બોલીવુડ અભિનેતા સોનુ સુદ અત્યાર સુધીમાં હજારો જરૂરીયાત મંદ લોકોની મદદ કરી ચૂક્યો છે. કોરોનાના સમયથી જ સોનુ સુદનું આ સેવા કાર્ય ચાલુ છે અને હજુ પણ તે અનેક લોકોની મદદ કરે છે. જોકે હાલ સોનુ સુદના આ કામમાં વોટ્સએપ એ વિઘ્ન ઊભું કર્યું છે. જાણકારી સામે આવી છે કે અભિનેતા સોનુ સુદનું વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે લોકો સુધી પહોંચવામાં તેને સમસ્યા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યૂસર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું, 'મને રુમમાં બંધ કરી અને..'


હાલમાં જ સોનુ સુદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે વોટ્સએપ એકાઉન્ટ છેલ્લા 36 કલાકથી બંધ છે. જેના કારણે જરૂરિયાતમંદ લોકો સુધી તે પહોંચી શકતો નથી અને મદદ પણ કરી શકાતી નથી. 


સોનુ સુદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે વોટ્સએપનો એક ફોટો શેર કર્યો હતો. સાથે જ તેને લખ્યું હતું કે તેનો નંબર કામ નથી કરી રહ્યો. જેના કારણે તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 


આ પણ વાંચો: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ


સોનુ સુદે ઈંસ્ટાગ્રામ પર પણ આ અંગે સ્ટોરી શેર કરી હતી. તેણે લખ્યું હતું કે કલાકો થયા છતાં પણ તેનું વોટ્સએપ એકાઉન્ટ કામ નથી કરી રહ્યો. સાથે જ તેણે કહ્યું હતું કે લોકોને જાગૃત થવાનો સમય આવી ગયો છે. તેને કહ્યું કે વોટ્સએપ નંબર દ્વારા અનેક લોકો મદદ માટે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હશે. 


આ પણ વાંચો: આમિર ખાન સાથે કપિલે કરી ખૂબ મસ્તી, ત્રીજા લગ્ન અંગે આપ્યું આવું રિએકશન, જુઓ Video


સોનુ સુદના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો સોનુ સુદ હવે ફતેહ ફિલ્મમાં જોવા મળશે. આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું હતું. જોકે ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર થઈ નથી. છેલ્લા ઘણા સમયથી સોનુ સુદની કોઈપણ ફિલ્મ આવી નથી તેથી દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.