Shaktimaan Movie: ભારતમાં સુપરહીરો ફિલ્મોના વધતા ક્રેઝ વચ્ચે મોટા પડદા પર દેશી સુપરહીરો 'શક્તિમાન' વાપસી કરવા જઈ રહ્યો છે. સોની પિક્ચર્સ ઇન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે લોકપ્રિય સુપરહીરો ટીવી શો 'શક્તિમાન'માંથી એક ફિલ્મ બનાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકપ્રિય ટીવી શો શક્તિમાન ડીડી નેશનલ પર 1997 થી 2000 સુધી ચાલ્યો હતો. તેમાં અભિનેતા મુકેશ ખન્નાએ સુપરહીરો શક્તિમાન અને એક અખબારમાં ફોટોગ્રાફર પંડિત ગંગાધર વિદ્યાધર માયાધર ઓંકારનાથ શાસ્ત્રીજીનું પાત્ર ભજવ્યું હતું.



શક્તિમાનના કોસ્ટ્યૂમની જોવા મળી એક ઝલક
સોની પિક્ચર્સ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક મિનિટની જાહેરાતનો વીડિયો શેર કર્યો, જેમાં ગંગાધરના ચશ્મા, કૅમેરા અને અંતે શક્તિમાનનો પોશાક રજૂ કરવામાં આવ્યો. જોકે, સોની પિક્ચર્સે દિગ્દર્શક અને કલાકાર વિશે કોઈ માહિતી આપી નથી.


નિર્માતાઓના જણાવ્યા અનુસાર, "શક્તિમાન"ને 'ભારતના સુપરસ્ટારોમાંથી એક' નું શીર્ષક આપવામાં આવશે. ખન્ના પોતાના ભીષ્મ ઈન્ટરનેશનલના માધ્યમથી એક નિર્માતાના રૂપમાં જોડાયેલા છે.


આ સમય છે દેશી સુપરહીરોનો...
સોની પિક્ચર્સે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભારત અને વિશ્વભરમાં ઘણી સુપરહીરો ફિલ્મોની સફળતા પછી આ સમય છે અમારા દેશી સુપરહીરોનો... સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સ 'શક્તિમાન'ને મોટા પડદા પર લાવવા માટે તૈયાર છે અને આઇકોનિક સુપરહીરોના જાદુને ફરીથી બનાવવા માટે તૈયાર છે.


શક્તિમાન ટીવી શો ડીડી નેશનલ પર લગભગ 450 એપિસોડ સુધી ચાલ્યો હતો. બાળકોમાં તે ખૂબ જ લોકપ્રિય શો હતો.