નવી દિલ્લીઃ મી ટૂ ની મુવમેન્ટ શરૂ થયા બાદ દેશભરમાં આ અભિયાને ચર્ચા જગાવી દીધી હતી. એક બાદ એક મહિલાઓ પોતાની સાથે થયેલાં અત્યારની વાત સામે આવીને દુનિયા સમક્ષ કરી. જેના થકી તેમને ન્યાય આપાવવા માટે પણ જનઆંદોલનો થયાં. જોકે, તેમ છતાં હજુ પણ આપણાં સભ્ય સમાજમાં એવાં કેટલાંય લોકો છેકે, જેમના કારણે દરેક પુરુષોને નીચું જોવાનો વારો આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની વાતને રજૂ કરી શકે છે. સોશિયલ મીડિયાના સહારે એક આંદોલનની શરૂઆત થઈ હતી. જેનુ નામ પડ્યું  મીટૂ. હિન્દીમાં Me Too નો અર્થ થાય છે 'હું પણ' અથવા 'મારી સાથે પણ'. #MeToo નો ઉપયોગ કરીને, મહિલાઓએ વિશ્વની સામે તેમની ઉત્પીડનની કહાની કહેવાનું શરૂ કર્યું. વર્ષ 2018 માં MeToo આંદોલન પછી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા બધા ચોંકાવનારા ખુલાસા થયા..  સાઉથ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને મ્યુઝિક કમ્પોઝર વિનાયકને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.


વિવાદિત નિવેદનને પગલે વિનાયકન ઘણી ચર્ચામાં રહ્યા. હાલ વિનાયકન તેમની ફિલ્મ 'ઓરુથી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને હાલમાં 'MeToo' પર ઘણી વાતને લીધે ઈન્ટરનેટ પર ચર્ચામાં છે...'Oruthee'ના પ્રમોશન વખતે એક પ્રેસ કોન્ફરન્સમાં વિનાયકને કહ્યું કે તે MeToo અભિયાન વિશે કશી ખબર નથી... જો કોઈ મહિલાને સેક્સ માટે પૂછવું એ #MeToo છે, તો તે આગળ પણ આ જ કરવાનું ચાલુ રાખશે.


વિનાયકન પર અગાઉ જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. જો કે વિનાયકને આ નિવેદન સામે ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. વિનાયકને કહ્યું, 'મી ટૂ શું છે? હું તેના વિશે જાણતો નથી. શું તે છોકરી પર નિર્ભર છે? મારે જાણવું છે જો મારે કોઈ સ્ત્રી સાથે સેક્સ માણવું હોય તો? મેં મારા જીવનમાં 10 મહિલાઓ સાથે સેક્સ કર્યું છે. મેં તમામ 10 મહિલાઓને પૂછ્યું કે શું તેઓ મારી સાથે સેક્સ કરવા ઈચ્છે છે? હું હજુ પણ તેને પૂછીશ કે શું તે તેને MeToo કહે છે. અગાઉ વિનાયકન પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. આ જ કારણોસર વર્ષ 2019માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ મોડલ મૃદુલા દેવીએ વિનાયકન પર અશ્લીલ અને અપમાનજનક શબ્દો બોલ્યાનો આરોપ મૂક્યો હતો..