ફિલ્મ અન્નપૂર્ણીમાં શ્રીરામ પર આપત્તિ જનક ટીપ્પણી મામલે અભિનેત્રી નયનતારાએ બે હાથ જોડી માંગી લોકોની માફી
Annapoorani Controversy: સાઉથ અભિનેત્રી નયનતારાએ પોતાની ફિલ્મ અન્નપૂર્ણી પર થયેલા વિવાદને લઈને જય શ્રી રામ કહી હાથ જોડીને માફી માંગી છે. સાથે જ તેણે એક પોસ્ટ પણ શેર કરી છે.
Annapoorani Controversy: અભિનેત્રી નયનતારા છેલ્લા કેટલાક દિવસથી તેની ફિલ્મ અન્નપૂર્ણીને લઈને ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે કે ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને કહેવામાં આવેલો વિવાદાસ્પદ ડાયલોગ. 1 ડિસેમ્બરે સિનેમા ઘરમાં અન્નપૂર્ણી ફિલ્મ રિલીઝ થઈ હતી અને 19 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મ ઓટીટી પર આવ્યા પછી ફિલ્મના ડાયલોગને લઈને જે વિવાદ થયો તેના કારણેનેટફ્લિક્સ પરથી આ ફિલ્મને ડીલીટ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ વિવાદ સતત વધી રહ્યો છે જેના કારણે અભિનેત્રી નયનતારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી છે.
આ પણ વાંચો: વિદ્યા બાલનની નવી ફિલ્મની થઈ જાહેરાત, ફિલ્મમાં પ્રતીક ગાંધી જોવા મળશે મુખ્ય ભૂમિકામા
સાઉથ અભિનેત્રી નયનતારાએ પોતાની ફિલ્મ અન્નપૂર્ણી પર થયેલા વિવાદને લઈને જય શ્રી રામ કહી હાથ જોડીને માફી માંગી છે. સાથે જ તેણે એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેણે કહ્યું છે કે તેનો અને તેની ટીમનો એવો કોઈ ઈરાદો ન હતો કે તેઓ લોકોની ધાર્મિક લાગણીને આહત કરે.
પાકિસ્તાનને વિશ્વાસઘાતનો જવાબ આપશે દીપિકા અને ઋત્વિક, ધાંસુ છે ફાઈટર ફિલ્મનું ટ્રેલર
મહત્વનું છે કે અન્નપૂર્ણી ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નથી. ઓટીટી પર રિલીઝ થયા પછી ફિલ્મના ડાયલોગ અને કેટલાક સીનને લઈને વિવાદો શરૂ થઈ ગયા. સૌથી મોટો વિવાદ ફિલ્મના એ ડાયલોગને લઈને થયો છે જેમાં ફિલ્મની અભિનેત્રીને ફિલ્મનો અભિનેતા કહે છે કે ભગવાન શ્રીરામે પણ વનવાસ દરમિયાન માંસ ખાધું હતું. આ સિવાય ફિલ્મમાં નયનતારાને એક પુજારીની દીકરી દર્શાવવામાં આવી છે પછી તે એક સીનમાં નમાઝ પણ અદા કરતી જોવા મળે છે.