નવી દિલ્હીઃ બોલીવુડ માટે વર્ષ 2018મા નાના બજેટની ફિલ્મોનું નામ રહ્યું તો સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝને પણ ખૂબ ધમાલ મચાવી છે. કોઈપણ ફિલ્મ રિલીઝ થયા બાદ ત્રણ દિવસ સુધી તેમાં કામ કરનાર દરેક વ્યક્તિનો શ્વાસ રોકાયેલો રહેતો હતો. ફિલ્મની આવકથી દરેક પ્રભાવિત થતા હતા. પહેલા દરેક ફિલ્મ અને કલાકારની કોઈ ખાસ ક્ષેત્રમાં દર્શકો હતા અને કમાણી પણ ત્યાંથી થતી હતી પરંતુ હવે આ ચલણ ધીરે-ધીરે બદલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજનીકાંતની ફિલ્મ 2.0મા અક્ષય કુમારે નકારાત્મક ભૂમિકા નિભાવી અને આ ફિલ્મને ન માત્ર દક્ષિણ ભારતના દર્શકોએ પસંદ કરી પરંતુ હિન્દીના દર્શકોને પણ તેની તરફ ખેંચવામાં સફળ રહી હતી. બોલીવુડમાં આ વસ્તુને સમજનારમાં પ્રથમ નામ સામે આવે તે કરણ જોહર છે. તેણે બાહુબલી અને એસ શંકરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 2.0ની હિન્દી દર્શકો વચ્ચે પહોંચાડવાનું કામ કર્યું છે. 



ડિસ્ટ્રિબ્યુટર રાજેશ થડાનીનું માનવું છે કે, કરણ જોહર બાહુબલીને હિન્દી દર્શકો વચ્ચે લઈને આવ્યા તેથી આ ફિલ્મ અહીં રિલીઝ થઈ શકી. આ ફિલ્મોએ હિન્દી ક્ષેત્રમાં સારી કમાણી કરી હતી. રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન અને આવનારી ફિલ્મ મણિકર્ણિકા, ધ ક્વિન ઓફ ઝાંસીના લેખત કેવી વિજયેન્દ્ર પ્રસાદનું કહેવું છે કે, કોઈપણ ફિલ્મને અલગ-અલગ ક્ષેત્રના દર્શકો પ્રમાણે બનવવા માટે ભાવનાઓ અને દ્રષ્યોનો શાનદાર સમાગમ જરૂરી છે. 



પ્રસાદે જણાવ્યું કે, લોકો કંઈપણ વિચાર્યા વિના ફિલ્મ જોવા તૈયાર છે કે તેને કોણે બનાવી છે અને તેમાં કોન કામ કરી રહ્યું છે. વિસ્તારના બંધનમાંથી આગળ વધનારી ફિલ્મ માત્ર દક્ષિણ ભારતની નથી પરંતુ બોલીવુડની ફિલ્મ પણ તેમાંથી પસાર થઈ રહી છે. સંજય લીલા ભલસાણીની ફિલ્મ પદ્માવતે ભારતભરમાં સારી કમાણી કરી હતી. સિનેમા ઉદ્યોગના વિશ્લેષકોનું માનવું છે કે, અલગ-અલગ વિસ્તારમાં ફિલ્મ પસંદ કરવાને કારણે મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને આ ભારતીય સિનેમાને વૈશ્વિક પટલ પર લઈ જશે.