સાઉથના સુપરસ્ટાર રજનીકાંત યુપીના લખનઉ શહેર પહોંચ્યા. પત્ની લતા પણ રજનીકાંત સાથે હતા. વાત જાણે એમ છે કે રજનીકાંતની ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી તે ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. બે વર્ષ બાદ રજનીકાંતે મોટા પડદે વાપસી કરી છે તો આ વાપસી ધમાકેદાર તો રહેવાની જહતી. હવે જેલર હિટ થઈ ગઈ છે તો આવામાં રજનીકાંત ચાર ધામની જાત્રા અને ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે ગયા હતા. 


રજનીકાંત બદ્રીનાથના દર્શન કર્યા બાદ સીધા લખનઉ પહોંચ્યા. ત્યાં પહેલા ડિપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની મુલાકાત કરી. આ દરમિયાન રજનીકાંતની ફિલ્મ જેલરનું સ્પેશિયલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું. બંનેએ બપોરે 1.30 વાગે સાથે બેસીને ફિલ્મ જોઈ. લખનઉના ફીનિક્સ પ્લાસિયોના આયનોક્સ મેગાપ્લેક્સમાં ફિલ્મ જોઈ. ત્યારબાદ રજનીકાંત સીધા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube