Unknown Facts About Ram Charan: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી અમીર કલાકારોના નામની યાદીમાં અભિનેતા રામ ચરણનું નામ પણ આવે છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં આવેલી તાલુકો ફિલ્મ ચિરુંથા થી કરી હતી. અત્યાર સુધીમાં તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેનું ફેન ફોલોઇંગ તેના પિતા મેગાસ્ટાર ચિરંજીવી જેવું જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની વાર્ષિક આવકનો આંકડો એટલો મોટો છે કે તેના વિશે જાણીને તમારા હોશ પણ ઉડી જશે. અભિનેતા ફિલ્મો અને જાહેરાતો થકી મોટી કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે 30 કરોડ રૂપિયાની ફી લે છે. અભિનય ઉપરાંત તે બિઝનેસ પણ કરે છે જેમાંથી પણ તેને સારી આવક થાય છે. તેને મોંઘી ઘડિયાળ અને કારનો શોખ છે. તેનું ઘર કોઈ મહેલથી કમ નથી. 


આ પણ વાંચો:


બોલિવૂડની આ 8 શાનદાર ફિલ્મો છે સત્ય ઘટના પર આધારિત, જોઈને રૂવાળા થઈ જશે ઊભા


બજરંગી ભાઈજાનની સિક્વલમાંથી Kareena Out, આ અભિનેત્રીએ કરી બેબોને રિપ્લેસ


નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ અને પત્ની વિરુદ્ધ કર્યો 100 કરોડનો માનહાનિનો કેસ


સુપરસ્ટાર રામ ચરણનું ઘર હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારના પ્રાઇમ લોકેશન પર આવેલું છે. તેનું ઘર સાઉથના મોંઘા બંગલાઓમાંથી એક છે. આ બંગલાની કિંમત 38 કરોડ રૂપિયા છે. જેને વર્ષ 2019 માં અભિનેતાએ ખરીદ્યું હતું. ઘરને તેણે વિદેશી મોંઘી આઈટમોથી સજાવ્યું છે. તેના ઘરની થી વાઈટ અને ગ્રીન છે. તેના ઘરની અગાસી પર એક ગાર્ડન પણ છે. બંગલામાં વર્કઆઉટ કરવા માટે જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.


રામ ચરણના બિઝનેસની વાત કરીએ તો તે એક એરલાઇન કંપનીનો માલિક છે. આ સાથે તેની એક પ્રોડક્શન કંપની પણ છે, જેના બેનર હેઠળ અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો બની છે. તેમની કુલ સંપત્તિ 1400 કરોડની આસપાસ છે.  તેની વાર્ષિક આવક લગભગ 210 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે પોલો ટીમ પણ છે. તે MAA ટીવીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. તેની પાસે BMW, Mercedes, Range Rover થી Audi જેવી કાર છે.