નવી દિલ્હી : એક સમય એવો હતો કે જ્યારે રવિવારે સવારે રામાનંદ સાગરની સિરિયલ રામાયમ જ્યારે ટેલિકાસ્ટ થતી હતી ત્યારે લોકો પોતાના તમામ કામ પડતા મૂકીને આ સિરિયલ જોવા બેસી જતા હતા. આ સિરિયલના કલાકારોને પણ સારી એવી લોકપ્રિયતા મળી હતી. એ સમયે આ સિરિયલમાં સીતાનો રોલ કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તે જ્યારે રસ્તા પર નીકળતી ત્યારે લોકો તેને પગે લાગતા હતા. દીપિકા 29 એપ્રિલે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે ચાલો જાણીએ તેની કેટલીક ખાસ વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિપીકાએ વર્ષ 1983માં ફિલ્મ ‘સુન મેરી લેલા’થી તેની ફિલ્મી સફર શરૂ કરી હતી. તેણે ‘ચીખ’, ‘રાત કે અંધેરે મેં’, ‘નાંગલ’ (તમિલ) જેવી દીપિકાએ બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. તેઓને બે પુત્રી છે. લાંબા સમય સુધી તેમણે પારિવારિક બિઝનેસમાં પતિ સાથે કામ કર્યું છે અને હાલમાં પણ તેઓ આ કામ કરી રહ્યા છે.


વર્ષ 2017માં દિપીકાએ 25 વર્ષ બાદ ફરી વખત ટીવીમાં એન્ટ્રી કરી હતી.  તેણે કરિયરના શરૂઆતના સમયમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ ‘રામાયણ’ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દિપીકાએ  ક્યારેય બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું નથી. તે ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયા સાથે પણ કામ કરી ચૂકી છે. રામાયણ બાદ દીપિકાએ કેટલીક ટીવી સિરિયલો પણ કરી જેમાં ટીપુ સુલ્તાન અને વિક્રમ-વેતાલ જેવા નામ સામેલ છે. દીપિકાએ પછી રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 1991માં તેઓ ભાજપની ટિકિટ પર વડોદરાથી સાંસદ પણ રહી ચૂક્યા છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...