Spicejet એ કર્યું Sonu Sood ને સલામ, વિમાનમાં લગાવી મોટી તસવીર
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉન સમયે ગરીબોના મસીહા બન્યા. ઘણા પરપ્રાંતિય મજૂરોને તેના ઘરે મોકલીને સોનુએ ઘણી વાહવાહી મેળવી. આ ઉદારતાને વંદન કરતાં સ્પાઇસજેટ એરલાઇન્સે (Spicejet Airlines) અભિનેતાને વિશેષ રીતે શ્રદ્ધાંજલિ આપી છે
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉન સમયે ગરીબોના મસીહા બન્યા. ઘણા પરપ્રાંતિય મજૂરોને તેના ઘરે મોકલીને સોનુએ ઘણી વાહવાહી મેળવી. આ ઉદારતાને વંદન કરતાં સ્પાઇસજેટ એરલાઇન્સે (Spicejet Airlines) અભિનેતાને વિશેષ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.
સ્પાઇસજેટની શ્રદ્ધાંજલિ
સ્પાઇસજેટે (Spicejet) સોનસુદને (Sonu Sood) સલામ કરતી વખતે તેમની કંપનીના સ્પાયજેટ બોઇંગ 737 પર તેમની એક મોટી તસવીર લગાવી છે. આ તસવીર સાથે સોનુ માટે અંગ્રેજીમાં એક વિશેષ લાઇન પણ લખવામાં આવી છે, 'એ સેલ્યુટ ટુ સેવિયર સોનુ સૂદ' એટલે કે 'સેલ્યુટ ટુ ધ મસિહા સોનુ સૂદ'. સ્પાઇસજેટે આ વિશેષ વિમાનનો વીડિયો તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ પણ વાંચો:- ધર્મેન્દ્રએ લગાવ્યો કોરોના રસીનો પ્રથમ ડોઝ, કહ્યું- ટ્વીટ કરતા કરતા આવ્યો જોશ
અમિતાભ બચ્ચન થયા આ ખાસ એવોર્ડથી સન્માનિત, ક્રિસ્ટોફર નોલનનો માન્યો આભાર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube