Pushpa 2: વર્ષ 2021 માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા તેની કારકિર્દીની સૌથી હિટ પિક્ચર સાબિત થઈ. આ ફિલ્મથી અલ્લુ અર્જુન પેન ઇન્ડિયા સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદના શ્રીવલ્લીના પાત્રમાં જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાની કેમેસ્ટ્રી જોરદાર સાબિત થઈ અને લોકોને પણ આ જોડી ખૂબ જ પસંદ પડી હતી. પુષ્પરાજ અને શ્રીવલ્લીને ફરી એક વખત સ્ક્રીન પર જોવા માટે લોકો આતુર છે. પુષ્પા ધ રાઇઝ ફિલ્મના 3 વર્ષ પછી ફિલ્મ મેકર આ ફિલ્મનો પાર્ટ ટુ એટલે કે પુષ્પા ધ રુલ લઈને આવી રહ્યા છે.


આ પણ વાંચો: આ છે શાહરુખ ખાનની લો રેટેડ ફિલ્મ, એક Kiss ના કારણે ફિલ્મને રિલીઝ થતા 10 વર્ષ લાગ્યા


આ ફિલ્મનું અલ્લુ અર્જુનના લુકનું નવું પોસ્ટર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું. અને હવે રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીનો લુક રિવિલ કરતું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રશ્મિકા મંદનાના જન્મદિવસ પર ફિલ્મ મેકર્સે આ સૌથી મોટી ગિફ્ટ આપી છે.


રશ્મિકા મંદાના 5 એપ્રિલે તેનો 28 મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે પુષ્પા 2 ના મેકર્સે શ્રીવલ્લીને સરપ્રાઈઝ આપી છે. રશ્મિકા મંદના એટલે કે શ્રીવલ્લીના ચાહકો માટે પણ આ ગિફ્ટ છે. રશ્મિકાના જન્મદિવસ પર તેનો લુક રીવિલ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો: OMG.. આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ લાગશે ફિક્કી, જોરદાર છે આ ફિલ્મો


પુષ્પા 2 ના ઓફિશિયલ એકાઉન્ટ એક્સ પર રશ્મિકાનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રશ્મિકા લીલા રંગની સાડીમાં જોવા મળે છે અને તેના વાળ બાંધેલા છે. તેણે ભારે ઘરેણાં પહેરેલા છે. સાથે જ આ પોસ્ટરમાં રશ્મિકાએ સેંથામાં સિંદૂર પણ પૂરેલું છે અને તે પોતાનો સિગ્નેચર પોઝ આપી રહી છે. 



આ પોસ્ટર શેર કરવાની સાથે ફિલ્મ મેકર્સે કેપ્શનમાં લખ્યું છે, દેશની ધડકન શ્રીવલ્લીને જન્મદિવસની શુભેચ્છા... અલ્લુ અર્જુન અને રશ્મિકાની આ ફિલ્મ પુષ્પા 2નું ટીઝર 8 એપ્રિલે રિલીઝ થવાનું છે.  પુષ્પા 2 ફિલ્મ 15 ઓગસ્ટેસમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની ઓરીજનલ ભાષા તેલુગુ છે. ઉપરાંત પુષ્પા 2 હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે.