STATEMENT OF AADIL KHAN : આદિલ ખાને કહ્યું, જે દિવસ હું પોતાનું મોઢું ખોલીશ અને કહીશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ રાખી કશું જ બોલી નહીં શકે. એટલા માટે જ તે સામે આવીને લોકોને કહી રહી છે કે આદિલ ખૂબ ખરાબ વ્યક્તિ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાખી સાવંતની ચેતવણી બાદ તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ એક મેસેજના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખવી સાવંતના છેતરપિંડીના આરોપ અંગે આદિલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાની વાત રાખી છે. આદિલે પોતાની સાથે થતાં દુરવ્યવહાર અંગેની વાત લોકો સામે કરી છે. તેણે લખ્યું છે, જો હું કોઈ મહિલાને વળતો જવાબ નથી આપતો તો એનો અર્થ એવો નથી કે હું ખોટો છું. આ માત્ર એટલા માટે છે કે હું પોતાના ધર્મનો સન્માન કરું છું અને હું મહિલાઓનું સન્માન કરવામાં માનું છું.


તેણે વધુમાં કહ્યું, જે દિવસે હું પોતાનું મોઢું ખોલીશ અને કહિશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ તે પોતાનું મોઢું નહીં બતાવી શકે. એટલા માટે જ તે રોજ રોજ સામે આવવા માગે છે અને લોકોને કહેવા માગે છે કે હું ખૂબ ખરાબ વ્યક્તિ છું.


આ પણ વાંચો: 


Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું
મીડિયાના આપેલા પોતાના નિવેદનમાં રાખીએ કહ્યું હતું કે, આદિલના જીવનમાં અન્ય મહિલા આવી ચુકી છે. તેણે કહ્યું છે કે તે એક ફ્રિજમાં નથી રહેવા માગતી. તે વાત અંગે પ્રતિક્રિયા આપતા આદિલે લખ્યું, જે રીતે તે કહે છે કે હું ફ્રિજમાં રહીશ, મારે કહેવું છે કે મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું.


રાખી સાવંતે આપી હતી ચેતવણી
ગત અઢવાડિયાની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાખીએ કહ્યું હતું કે, તમારા માધ્યમથી હું આદિલના જીવનમાં આવેલી મહિલાને ચેતવણી આપવા માગું છું, તે સ્ત્રીએ હું બિગ બોસ મરાઠીમાં હતી તે વખતેનો ફાયદો ઉઠાવ્યો હતો. હું તેનું નામ નહીં લઉ. પરંતું, ખરા સમયે હું તમામની તસ્વીર સામે લાવીશ. પર સ્ત્રી સાથેના સંબંધોના કારણે આદિલે 8 મહિના સુધી અમારા લગ્ન દુનિયાથી છુપાવેલા રાખ્યા હતા.


ગત વર્ષે કર્યા હતા લગ્ન
આપને જણાવી દઈએ કે રાખી સાવંત અને આદિલે ગત વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. બંનેએ ગત મહિને પોતાના લગ્નના સમાચાર દુનિયા સામે મુક્યા હતા.


આ પણ વાંચો: 


દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube