નવી દિલ્હી: ટીવીના ફેમસ શો અનુપમામાં હાલના દિવસોમાં ઉપરાછાપરી નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અનુપમા (રૂપાલી ગાંગુલી), વનરાજ (સુધાંશુ પાંડે), કાવ્યા (મદલસા શર્મા) અને અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) શોના તમામ મુખ્ય પાત્રો દર્શકોના હ્રદય પર છવાયેલા છે. પરંતુ હવે આ શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. સુધાંશુ પાંડે એટલે કે વનરાજ આ શોમાંથી જલદી વિદાય લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે કારણ
વાત જાણે એમ છે કે સુધાંશુ પાંડે બહુ જલદી એક વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝ એક પોલિટિકલ ડ્રામા હશે. ટેલિચક્કરના રિપોર્ટ મુજબ આ વેબ સિરીઝમાં સુધાંશુ પાંડે એક આકર્ષક અને યુવા રાજનેતાની ભૂમિકામાં જોવા મળશે. તમામ વાતો સાંભળીને એવું લાગી રહ્યું છે કે ખરેખર સુધાંશુ પાંડે આ રોલમાં પરફેક્ટ જોવા મળશે. 


નવા પ્રોજેક્ટ વિશે કહી આ વાત
પોતાની આ વેબ સિરીઝ અંગે સુધાંશુ પાંડે ખુબ એક્સાઈટેડ છે. આ સિરીઝ અંગે વાત કરતા સુધાંશુ પાંડેએ કહ્યું કે આ પ્રોજેક્ટ સોશિયલ એક્ટિવિસ્ટ સુનિલ સિહાગ ગોરા બનાવી રહ્યા છે. તે તેમના પુસ્તક ડે ટર્ન્સ ડાર્ક પર આધારિત છે. અમે લોકો શ્રી ગંગાનગર અને રાજસ્થાનમાં શુટિંગ કરીશું. હું આ સિરીઝમાં યંગ પોલિટિશિયનનો રોલ ભજવી રહ્યો છું. જે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં છે અને પોતાના ગામના લોકો માટે કઈક કરવા માંગે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube