મુંબઈ : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન ફરીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. હકીકતમાં સુહાનાએ ખુલાસો કર્યો છે કે તે ક્યાં સ્ટારને ડેટ કરવા ઇચ્છે છે. સુહાનાએ સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે તે એક ઇન્ટરનેશનલ સ્ટારને ડેટ કરવા ઇચ્છે છે. આ સ્ટાર કોઈ એક્ટર નહીં પણ પોપ સિંગર, સોંગ રાઇટર અને મોડલ છે. આ સેલિબ્રિટીનું વામ જુન મ્યોં એટલે કે સુહો છે. તે એક સાઉથ કોરિયન સ્ટાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"203559","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સુહાના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોના સવાલોના જવાબ આપી રહી હતી. એ સમયે કોઈએ તેને પુછ્યું કે તે કોઈને ડેટ કરવા ઇચ્છે છે તો આ વાતનો ખુલાસો કરતા સુહાનાએ સુહોની તસવીર શેયર કરી હતી. 


સલમાન ખાનથી ડરી ગયું પાકિસ્તાન, સત્તાવાર જાહેરાત કરી કે...


બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ભલે બોલિવૂડમાં પગ ન મૂક્યો હોય પણ આમ છતાં તે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. લોકોને સોશિયલ મીડિયામાં સુહાનાના વીડિયો તેમજ તસવીર પસંદ પડી રહ્યા છે. કિંગ ખાને પણ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેની દીકરી સુહાના એક એક્ટ્રેસ બનવા માગે છે અને આ માટે ટ્રેઇનિંગ લઈ રહી છે. સુહાનાની ટ્રેઇનિંગ પુરી થશે કે તરત તે બોલિવૂડમાં એન્ટ્રી લઈ શકે છે. એક માહિતી પ્રમાણે સુહાના હોલિવૂડમાં કરિયર બનાવવા માગે છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...