Sunny Deol: ગદર 2 બ્લોકબસ્ટર થતા સની દેઓલને મળી નવી ફિલ્મ, આમિર ખાન સાથે કરશે કામ
Sunny Deol: 1990 ના દાયકાની શરૂઆતમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષીની અભિનેતા-દિગ્દર્શક જોડીએ ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. પરંતુ 1996માં કેટલાક મતભેદો બાદ બંને અલગ થઈ ગયા હતા. હવે વર્ષો પછી બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે.
Sunny Deol: ગદર 2 બ્લોકબસ્ટર સાબિત થયા બાદ લોકોના મનમાં સતત પ્રશ્ન હતા કે સની દેઓલની હવે પછીની ફિલ્મ કઈ હશે. આ સાથે જ સની દેઓલ માટે કેટલીક જૂની ફિલ્મોની સિક્વલની પણ ચર્ચા હતી. પરંતુ તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સની દેઓલે તેની આગામી ફિલ્મ તેના જૂના મિત્ર રાજકુમાર સંતોષી સાથે કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ સાથે આમિર ખાનનું પણ કનેક્શન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સનીએ આ પ્રોજેક્ટને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કર્યો છે. કારણ કે સની દેઓલ ગદર 2ની સફળતાને આગળ વધારવા માંગે છે.
આ પણ વાંચો:
પરિણીતી ચોપરાની નેટવર્થ રાઘવ ચઢ્ઢા કરતાં 10 ગણી વધારે, આ રીતે કરે છે કરોડોની કમાણી
Animal: લાંબા વાળ, મોંમાં સિગરેટ, અનિમલ ફિલ્મમાં જોવા મળશે રણબીરનો ધાંસૂ લુક, જુઓ
Khufia Trailer: રો એજન્ટ બની નેટફ્લિક્સ પર આવશે તબ્બુ, જોરદાર સ્પાઈ થ્રિલર છે ખુફિયા
1990 ના દાયકાની શરૂઆતમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષીની અભિનેતા-દિગ્દર્શક જોડીએ ઘાયલ, ઘાતક અને દામિની જેવી ફિલ્મોથી બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. પરંતુ 1996માં કેટલાક મતભેદો બાદ બંને અલગ થઈ ગયા હતા. જો કે તેની પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા હતા અને અટકળો લગાવવામાં આવી હતી. પરંતુ બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી. આ વર્ષની શરૂઆતમાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે તે સની દેઓલ સાથે બનાવી રહ્યા છે અને તેઓ 24-25 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે.
ખાસ વાત છે કે સની દેઓલ સ્ટારર રાજકુમાર સંતોષીની આ ફિલ્મ આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. ચર્ચા છે કે આમિર થાન અને કરીમ મોરાની આ ફિલ્મ એક સાથે બનાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમિર ખાને સની દેઓલ દ્વારા આયોજિત ગદર 2ની સક્સેસ પાર્ટીમાં પણ હાજરી આપી હતી.