Animal Release Date: લાંબા વાળ, મોંમાં સિગરેટ, અનિમલ ફિલ્મમાં જોવા મળશે રણબીરનો ધાંસૂ લુક, જુઓ તમે પણ

Animal Release Date: આ ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં રશ્મિકા અને રણબીર પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરશે અને તેમને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બંને સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ જેવા ઘણા કલાકારો છે. 

Animal Release Date: લાંબા વાળ, મોંમાં સિગરેટ, અનિમલ ફિલ્મમાં જોવા મળશે રણબીરનો ધાંસૂ લુક, જુઓ તમે પણ

Animal Release Date: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂરનો લુક જોરદાર છે. આ ફિલ્મમાં તેના વાળ લાંબા છે, તેણે ગોગલ્સ પહેર્યા છે અને તેણે મોંમાં સિગારેટ દબાવી રાખી છે. રણબીર કપૂરના આ દમદાર લુકને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ અને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

એનિમલ ફિલ્મની રિલીઝની તારીખ 

આ પણ વાંચો:

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' આ વર્ષના અંતમાં એટલે કે 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલનો સમાવેશ થાય છે.

રણબીરનો નવો લુક

આ સાથે જ રણબીર કપૂરનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર લાંબા વાળ સાથે જોવા મળશે. જ્યારે આ પહેલા જે પોસ્ટર રિલીઝ થયું હતું તેમાં રણબીર ડેન્જર લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદન્ના મુખ્ય ભુમિકામાં હશે. 

આ ફિલ્મમાં રશ્મિકા અને રણબીર પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરશે અને તેમને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આ બંને સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ જેવા ઘણા કલાકારો છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news