બુટ પોલીશ કરનાર સની હિન્દુસ્તાનીએ જીત્યો `ઇન્ડિયન આઇડલ 11`નો ખિતાબ
`ઇન્ડિયન આઇડલ 11` ( Indian Idol 11)નો ખિતાબ ભટિંડાના સની હિન્દુસ્તાની (Sunny Hindustani)એ જીતી લીધો છે. આ સંગીતના મહાસંગ્રામમાં અનેક ગાયકો વચ્ચે સ્પર્ધા હતી પણ સનીએ બાજી મારી લીધી છે.
દિલ્હી : 'ઇન્ડિયન આઇડલ 11' ( Indian Idol 11)નો ખિતાબ ભટિંડાના સની હિન્દુસ્તાની (Sunny Hindustani)એ જીતી લીધો છે. આ સંગીતના મહાસંગ્રામમાં અનેક ગાયકો વચ્ચે સ્પર્ધા હતી પણ સનીએ બાજી મારી લીધી છે. આ જીતથી ખુશ થયેલી સનીએ જણાવ્યું છે કે મેં ક્યારેય આવી સફળતા વિશે વિચાર્યું નહોતું. વિજેતા સનીને આ સ્પર્ધા જીત્યા પછી ઇન્ડિયન આઇડલ11ની ટ્રોફી, ટાટા અલ્ટ્રોઝ કાર અને 25 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી છે. આ શોના પહેલા અને બીજા રનર અપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સ્થાન પર અનુક્રમે રોહિત રાઉત અને ઓંકના મુખરજી રહ્યા છે. આ સિવાય ત્રીજા અને ચોથા રનર અપ તરીકે અનુક્રમે અદ્રિજ ઘોષ અને રિધમ કલ્યાણ છે.
માતા બનવા માટે કેમ સરોગેસીનો સહારો લીધો? શિલ્પા શેટ્ટીએ આપ્યું નિવેદન
માસી પદ્મિનીના ગીત પર શ્રદ્ધા કપૂરનો મિથુન સાથે ધમાકેદાર ડાન્સ, VIDEO થયો જબરદસ્ત વાયરલ
સનીના જણાવ્યા અનુસાર, લેણદારો તેના પરિવારને ગમે તેમ બોલતા હતા. એટલે જ તેમને પોતાનું ઘર વેચવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ ખૂબ વણસી જતાં સનીએ બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું હતું. ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતનારા સનીએ ક્યારેય સંગીતની તાલીમ લીધી નથી. સંગીત તેને પિતા તરફથી વારસામાં મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...