નવી દિલ્હી/કાશીપુર: અભિનેત્રી સન્ની લિયોનને સારવાર માટે કાશીપુરની કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મળતી માહિતી મુજબ સનીને પેટમાં ઈન્ફેક્શન હોવાની ફરિયાદ બાદ સની લિયોનને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. સની લિયોની 3 જૂનથી રામનગરમાં છે. અહીં તે સ્પ્લિટ્સવિલા-11નું શુટિંગ કરી રહી છે. કહેવાય છે કે શુટિંગ દરમિયાન અચાનક તેની તબિયત બગડી અને તેને રામનગરની બ્રિજેશ હોસ્પિટલમાં દાખલ કરાઈ. ત્યાં સારી સારવાર ન મળવાના કારણે તેને કાશીપુરની કૃષ્ણા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે સનીને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. હાલ તબિયતમાં સુધારો છે. તેને 2-3 દિવસ ડોક્ટરોની દેખભાળમાં રાખવામાં આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.



કહેવાય છે કે લોકોને જેવી ખબર પડી કે સની લિયોની રામનગરની બ્રિજેશ હોસ્પિટલમાં દાખલ છે કે તેના ચાહકો ત્યા તેની એક ઝલક માટે ઉમટી પડ્યા હતાં. આ દરમિયાન બાઉન્સરોએ મોબાઈલથી ફોટો ખેંચવાનો પ્રયત્ન કરતા લોકોના મોબાઈલ પણ ખેંચવાની કોશિશ કરી હતી.


અત્રે જણાવવાનું કે સની લિયોન નૈનીતાલના રામનગરમાં સ્પ્લિટ્સવિલા-11ના શુટિંગ માટે અભિનેતા રણવીજય સાથે 150 સભ્યોની ટીમ સાથે પહોંચી છે. કેટલાય દિવસોથી ત્યાં શુટિંગ ચાલી રહ્યું છે. શુટિંગ માટે છોઈ સ્થિત રિસોર્ટ ધ બનિયન ટ્રી તૈયાર કરવામાં આવ્યું છે.